સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ‘ઓનલાઇન સેવાકીય વિચાર પ્રસ્તુતિ સ્પર્ધા’નાં પરિણામો જાહેર - At This Time

સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ – એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ‘ઓનલાઇન સેવાકીય વિચાર પ્રસ્તુતિ સ્પર્ધા’નાં પરિણામો જાહેર


સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ‘ઓનલાઇન સેવાકીય વિચાર પ્રસ્તુતિ સ્પર્ધા’નાં પરિણામો જાહેર

પ્રથમ ક્રમાંકે નિયતિ કાનાણી, દ્વિતીય ક્રમાંકે નિત્ય હપાણી અને તૃતીય ક્રમાંકે માર્ગી ડોબરિયા થયા વિજેતા

સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ - એનિમલ હેલ્પલાઈન,રાજકોટ તથા સાહિત્ય ગઝલ કવિતા ગૃપના સંયુક્ત ઉપક્રમે ‘ઓનલાઇન સેવાકીય વિચાર પ્રસ્તુતિ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેકેશનનાં સમયમાં બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું જાહેર કરવામાં આવી હતી. આ અંગે ‘હું પશુ પક્ષીની સેવા કરું છું કારણકે...’, ‘હું વૃક્ષો વાવું છું, ઉછેરું છું કારણકે…’, ‘હું જીવમાત્ર પ્રત્યે કરુણા રાખું છું, કારણ કે...’ વગેરે વિષયો પર નિબંધ, ગીત, કાવ્ય, નાટ્ય (ગ્રુપ/સિંગલ), અર્વાચીન ગીતો, સાહિત્યના અનેક પ્રકારો (દુહા, છંદ, ગઝલ, હાઇકુ, ઇત્યાદિ), મોનો એક્ટિંગનો વધુમાં વધુ 5 મિનિટનો વિડિયો બનાવીને મોકલવાનો હતો.
જે અંતર્ગત ગુણવત્તાની દ્રષ્ટીએ તેમજ ૫,૨૦૦ વ્યુઝ સાથે પ્રથમ ક્રમાંકે નિયતિ કાનાણી, ૧,૯૦૦ વ્યુઝ સાથે પ્રથમ ક્રમાંકે નિત્ય હપાણી અને ૯૫૪ વ્યુઝ સાથે તૃતીય ક્રમાંકે માર્ગી ડોબરિયા વિજેતા થયા છે.અત્રે ઉલેખ્ખનીય છે કે સમસ્ત મહાજન, કરુણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનિમલ હેલ્પલાઈન,રાજકોટ દ્વારા જીવદયા, ગૌસેવા, માનવસેવા, શાકાહાર પ્રચાર પ્રસારને લગતા વિવિધ કાર્યક્રમો ડો. ગિરીશ શાહના માર્ગદર્શનમાં અવારનવાર થતા રહે છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.