સોનેથ ગામના ખેડૂતોએ સુઈગામ પ્રાંત-કલેકટરને આવેદનપત્ર આપ્યું, ચૂંટણી બહિષ્કાર ની ચીમકી. - At This Time

સોનેથ ગામના ખેડૂતોએ સુઈગામ પ્રાંત-કલેકટરને આવેદનપત્ર આપ્યું, ચૂંટણી બહિષ્કાર ની ચીમકી.


ખેતરોમાં અને અન્ય ગામોમાં જવાના મુખ્ય બે માર્ગો પરથી ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત નીકળતા સીક્સ લાઈન રોડની જગ્યામાં આવતા રસ્તાઓ પર સ્ટ્રક્ચર બનાવવા ખેડૂતોની માંગ.

સુઇગામ તાલુકાના સોનેથ ગામ નજીકથી પસાર થતા ભારત માલા સિક્સલેન રોડમાં ગામથી સીમમાં જવા અને અન્ય ગામો તરફ જોડતા બે મુખ્ય માર્ગો બંધ કરી દેવાયા છે,જેને લઈ 400 જેટલા ખેડૂતોને અસર થતી હોઈ ગ્રામ પંચાયત દ્વારા ખેડૂતોને સાથે રાખી જિલ્લા કલેકટર,પ્રોજેકટ મેનેજર સહિત ઉચ્ચ સ્તરે રજુઆત કરવા છતાં કોઈ નિવેડો આવેલ નથી,જેને લઈ આજે સુઇગામ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપી રજુઆત કરવા આવેલા ખેડૂતોએ રસ્તા માટે સ્ટ્રક્ચર નહીં બને તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
સુઇગામ તાલુકાના સોનેથ ગામ નજીકથી પસાર થતા ભારત માલા સિક્સલાઈન રોડનું કામકાજ હાલે ચાલુ છે,જેમાં ઓનલાઈન સર્વે થયેલ હોઈ કેટલાક ગામતળ અને સીમતલના રસ્તાઓ નકશા માં દર્શાવેલ ના હોઈ ગ્રામજનોને આગામી સમયમાં પરેશાની વેઠવી ના પડે તે માટે કેટલીક જગ્યાએ રસ્તાઓ માટે સ્ટ્રક્ચર બનાવવામાં આવે તે માટે ખેડૂતોએ કામ અટકાવ્યું છે, અને રસ્તાઓની જગ્યાએ સ્ટ્રક્ચર બનાવવા માટે જિલ્લા કલેકટર સહિત પ્રોજેકટ મેનેજર ,હાઇવે ઓથોરિટી સહિત ઉચ્ચ કક્ષાએ લેખિત રજુઆત કરવા છતાં કોઈ નિવેડો આવેલ ન હોઈ સોનેથ ગામના ખેડૂતોએ સોમવારે સુઇગામ પ્રાંત કલેકટરને આવેદનપત્ર આપી રસ્તાઓ માટે સ્ટ્રક્ચર બનાવવાની રજુઆત કરી હતી,બાદ મીડિયા સાથેની વાતચીતમાં ગામના યુવા ખેડૂત અગ્રણી અને પૂર્વ સરપંચ રણજીતસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભારત માલા રોડમાં જ્યાં જાહેર રસ્તાઓ છે,તે રસ્તાઓ રોડ બનતા બંધ થઈ જશે તો 400 ખેડૂતોને અવર જવરમાં મોટી તકલીફ પડશે,વળી ડાભી, કિલાણા,ઝઝામ,વરણોસરી,સહિતના ગામોમાં જવા માટે પણ આ બન્ને રસ્તાઓ મુખ્ય છે,આ રસ્તાઓ માટે અવરજવર માટે સ્ટ્રક્ચર નહિ બનાવવામાં આવે તો અમો ગ્રામજનો આવનાર વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું.તેવી ચીમકી ઉચ્ચારી હતી.

જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ.
મો.-૯૯૦૪૦૨૩૮૬૨.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.