*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ* - At This Time

*હિંમતનગર ખાતે કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી કરાઈ*


******
*સ્વચ્છતા અભિયાન -૨૦૨૩ અંતર્ગત જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા*
******
સાબરકાંઠા જિલ્લામાં કલેક્ટરશ્રી નૈમેષ દવેની ઉપસ્થિતિમાં પોળો હોલ, કલેક્ટર કચેરી ખાતે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભારતમાં દર વર્ષે ૨૫ ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાનશ્રી અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ તરીકે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે. સુશાસનની જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગરૂકતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જિલ્લાકક્ષાની ઉજવણી દરમિયાન રાજય કક્ષાએ યોજાનાર " સુશાસન દિવસ " ની ઉજવણીમાં વર્ચ્યુઅલી જોડાઈ સહભાગી થયાં હતા.
સમગ્ર જિલ્લામાં બે માસ દરમિયાન સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના જાહેર જગ્યાઓ, ધાર્મિક જગ્યાઓ, ઐતિહાસિક જગ્યાઓ તેમજ વિવિધ સ્થળે સ્વચ્છતા અભિયાન થકી સ્વચ્છતાની કામગીરી કરવામાં આવી હતી. સાથે જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજી વર્ગીકરણ જેવી પ્રવૃતિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ સાથે સ્વચ્છતા અભિયાન -૨૦૨૩ અંતર્ગત સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.જિલ્લામાં વધુ ને વધુ સ્વચ્છતા અંગે કામગીરી થાય તે માટે જિલ્લા કલેક્ટરશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી દિગંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી,પ્રયોજના વહીવટદારશ્રી તેમજ વિવિધ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
****


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.