શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે ખેલ મહાકુંભ-3.0 નો શુભારંભ - At This Time

શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે ખેલ મહાકુંભ-3.0 નો શુભારંભ


ગત ૬ જાન્યુઆરી ના રોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ના મેદાનમા ખેલ મહાકુંભ 3.0 નો શુભારંભ થાનગઢ તાલુકા મામલતદારશ્રી નિલેશભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. ગત રોજ તાલુકાની બહેનો ની ખો-ખોની સ્પર્ધા યૉજાઈ હતી જેમાં થાનગઢ શહેર અને તાલુકા ની પ્રાથમિક, માધ્યમીક, ઉચ્ચતર માદયમિક શાળાની બહેનોએ ખુબ બહોળી સંખ્યામાં અને ઉત્સાહથી ભાગ લઈ રમતો રમ્યા હતા. આ પ્રસંગે થાન હાઈસ્કૂલના આચાર્ય શ્રી પી. એમ. ઝાલા સાહેબે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ રમતો નુ સફળ આયોજન થાય તે માટે હાઈસ્કૂલના પી. ટી. ટીચર & તાલુકા કન્વીનર જે. પી. સોલંકી, એચ. યુ. રાણા તેમજ શાળા પરિવારે જેહમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.