ભરૂચની એબીસી ચોકડી નજીકની ન્યુ ગ્રીનરી રેસ્ટોરન્ટની લસ્સી માંથી જીવાત નીકળતા સોશ્યલ મીડિયામાં વિડીયો વાયરલ
રાત્રિ દરમ્યાન ભોજન કરવા ગયેલ પરિવારે ભોજન બાદ લસ્સી મગાવી હતી
- ગ્રાહકનો સ્વાદ બગડતા રેસ્ટોરન્ટમાં રસોડામાં તપાસ કરતા લસ્સીમાં વપરાતી સીરપો એક્સપાયર ડેટની હોવાના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ
- ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દિવાળી પૂર્વે ખાદ્ય પદાર્થની હોટલો અને રેસ્ટોરન્ટ સહીત મીઠાઈ તેમજ ફરસાણની દુકાનોમાં ચેકીંગ કરવાની જરુર
ભરૂચ જીલ્લાની અનેક રેસ્ટોરન્ટોના જમવામાં તેમજ લીકવીડ પ્રવાહી માંથી જીવાતો નીકળવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે જેમાં રેસ્ટોરન્ટોના નામ બડે અને દર્શન છોટે જેવા બનાવ સામે આવી રહ્યા છે બહારથી આલીશાન રેસ્ટોરન્ટમાં એક્સપાયર ડેટ વાળી ખાધ સામગ્રીઓના ઉપયોગ થતો હોય અને જીવાતો નીકળતી હોવાનો કિસ્સો ભરૂચની ન્યુ ગ્રીનરી રેસ્ટોરન્ટ માંથી સામે આવતા ગ્રાહકે વિડીયો બનાવી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો ત્યારે ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દિવાળી તહેવારો પહેલા જાગૃત થય આલીશાન હોટલો અને રેસ્ટોરન્ટ સહીત મીઠાઈ અને ફરસાણની દુકાનોમાં ચેકીંગ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. ભરૂચ જીલ્લામાં તહેવારોના સમયે હોટલ અને રેસ્ટોરન્ટમાં જમવાના માંથી જીવાતો નીકળે તો શું કૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની જવાબદારી નથી કે સરપ્રાઈઝ ચેકીંગ કરે કે પછી લોકોના સ્વાસ્થ્ય સાથે ભલે રૂપિયા કમાવા માટે હોટલો અને રેસ્ટોરન્ટના સંચાલકોને છૂટો દૌર મળે.હાલ માં જ ભરૂચની એબીસી ચોકડી નજીક બહારથી આલીશાન જેવી દેખાતી ન્યુ ગ્રીનરી રેસ્ટોરન્ટમાં એક પરિવાર જમવા ગયું અને પરિવારે સૌ પ્રથમ સૂપ અને શબ્જીની લિજ્જત માણ્યા બાદ લસ્સી મંગાવી અને લસ્સી ગ્લાસમાં આવતા જ લસ્સીમાં ગ્રાહકની નજર પડતા તેમાં જીવાત જોતા જ ગ્રાહકનો લસ્સી માણવાનો સ્વાદ બગડયો અને લાલધૂમ બની મોબાઈલ ચાલુ રાખી હોટલના રસોડામાં રહેલી સામગ્રીઓનું ચેકીંગ કરતા લસ્સીમાં વપરાતી સીરપની બોટલો પણ એક્સપાયર ડેટ વાળી હોવાની નજરે આવતા વિડીયો કેદ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કરી ન્યુ ગ્રીનરી રેસ્ટોરન્ટની પોલ ખોલી નાંખી હતી.
ભરૂચમાં હવે મોટી હોટલ અને રેસ્ટોરન્ટોના માત્ર નામ મોટા અને દર્શન છોટા જેવો કિસ્સો સામે આવતા આલીશાન ન્યુ ગ્રીનરી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા પરિવારની લસ્સીમાં જીવાત નીકળતા અને એક્સપાયર ડેટ વાળી સીરપની બોટલોનો ફોટા અને વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં નહીં આવે તો તહેવારોના સમયે લોકો બીમારીમાં સપડાય તો જવાબદાર કોણ?કારણકે હંમેશા સરકારી બાબુઓની નીતિ રહી છે કે તબેલા માંથી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળું મારવા નીકળતા હોય તેવો ઘાટ બનતો હોય છે. અત્રે ઉલ્લેખનીય છે દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ખાણી પીણી ની હોટલો,રેસ્ટોરન્ટો,લારીઓ,મીઠાઈની દુકાનો તેમજ ફરસાણની દુકાનોમાં વપરાતી ખાધ સામગ્રીઓની ચકાસણી કરે તે જરૂરી બન્યું છે.
સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨
9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.