પડધરી તાલુકામાં સઘન ટી.બી. નિર્મુલન ઝુંબેશમાં ૬૩૮ લોકોએ લીધો લાભ
તાલુકા હેલ્થ ઓફિસ પડધરી હેઠળના પ્રાથમીક આરોગ્ય કેંદ્ર - સરપદડ, ખોડાપીપર તેમજ સાલપીપળીયાના ગામ અનુકર્મે સરપદડ, પડઘરી, મોટા ખીજડીયા, સાલપીપળીયા ખાતે ૧૦૦ દિવસ ટી.બી. નિર્મુલન કાર્યક્રમ હેઠળ ટી.બી.ના ત્વરીત નીદાન માટે એક્સરે ની એકસપ્રેસ કેમ્પ યોજવામા આવેલ. આ કાર્યક્રમનો હેતુ લોકો માં ટી.બી. ના દર્દી ને ત્વરિત શોધી ને તેની દવા ચાલુ કરીને દર્દીને આ રોગમાં રાહત આપવામાં આવે છે તેમજ બીજા લોકોમાં આ દર્દી દ્વારા ખાંસી વાટે ફેલાવામાં આવતા ટી.બી. ના રોગને રોકી શકાય છે
તે અંતર્ગત પહેલા ટી.બી. થયેલ હોય (છેલ્લા ૫ વર્ષ મા), ઘરમાં ટીબીના વ્યકિતનો સંસર્ગ થયો હોય છેલ્લા ૩ વર્ષ મા) ૬૦ વર્ષ થી ઉપરના વ્યક્તી ડાયાબીટીશ વાળા વ્યક્તી ?
જેમનો બીએમઆઈ ૧૮.૫ થી ઓછો હોય ધુમ્રપાન કરતા લોકોમાં ઉપરોક્ત કારણો હોય તેવા લોકોને આ કેમ્પ અંતર્ગત બોલાવીને નીદાન કરવામા આવેલ જેમાં સરપદડ ગામના ૨૧૪, પડધરી ગામના ૨૧૩, મોટા ખીજડીયા ગામના ૧૨૨, સાલ પીપળીયા ગામના ૮૯ એમ ૬૩૮ લોકોએ લાભ લીધો હતો. જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર આર. ફુલમાળી તથા જિલ્લા ક્ષય અધિકારી ડો. ઘનશ્યામ મહેતાની સૂચના તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડો.વી.વી. ગોરીયાના માર્ગદર્શન હેઠળ તેમજ દીપકભાઈ સાવલીયા તેમજ પડધરી તાલુકાના આરોગ્યના તમામ કર્મચારીઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવા માટે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.