બાલાસિનોર બેઠક પર ગુજરાતી અભિનેતા નો પ્રચાર ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ - At This Time

બાલાસિનોર બેઠક પર ગુજરાતી અભિનેતા નો પ્રચાર ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ


ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, તેવામાં રાજકીય પક્ષો જોરશોરમાં પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. તેવામાં ત્રણે પાર્ટીના દિગ્ગજ નેતાઓ અને સ્ટાર પ્રચારકો રોડ શો, સભાઓ યોજી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના સાબરકાંઠા જિલ્લાની ઈડરના વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા અને દિગ્ગજ કલાકાર હિતુ કનોડિયા મહીસાગર જિલ્લામાં પ્રચાર અર્થે પહોચ્યા હતા. જ્યાં વિવિધ જગ્યાઓ પર સભા યોજી ભાજપને જંગી બહુમતીથી વિજય બનાવવા અપીલ કરી હતી.
બાલાસિનોર વિધાનસભા બેઠકના ઉમેદવાર માનસિંહ ચૌહાણને જીતાડવા ભાજપ દ્વારા એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આજે ગુજરાતી ફિલ્મ જગતના જાણીતા દિગ્ગજ અભિનેતા અને સાબરકાંઠાની ઇડર વિધાનસભાના ધારાસભ્ય હિતુ કનોડિયા આજે મહિસાગર જિલ્લાની બાલાસિનોર વિધાનસભા બેઠક પર પ્રચાર અર્થે પહોંચ્યા હતા. તેઓએ વીરપુર તાલુકાના ડેભારી સરદાર ચોક, વીરપુર, પાંસરોડા, ખરોડ અને બાલાસિનોર તાલુકાના દેવ ચોકડી ખાતે સભા સંબોધી હતી. જ્યાં તેઓએ ભાજપને જીતાડવા લોકોને અપીલ કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image