રાજકોટની ક્રિષ્ના સ્કૂલમાં તસ્કર ત્રાટક્યો રાત્રે ત્રણ વાગ્યે સ્કૂલમાં પ્રવેશી 4 વાગ્યે બહાર નીકળતો જોવા મળ્યો, રૂ. 39 હજાર રોકડની ચોરી - At This Time

રાજકોટની ક્રિષ્ના સ્કૂલમાં તસ્કર ત્રાટક્યો રાત્રે ત્રણ વાગ્યે સ્કૂલમાં પ્રવેશી 4 વાગ્યે બહાર નીકળતો જોવા મળ્યો, રૂ. 39 હજાર રોકડની ચોરી


રાજકોટ શહેરના બાલાજી હોલ નજીક આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ચોરીની ઘટના સામે આવી છે. મોડી રાત્રીના સ્કૂલમાં ઘૂસેલા એક શખસે પ્રિન્સિપાલ ઓફિસમાં રહેલી રોકડ 39 હજાર ચોરી કરી નાસી છૂટ્યો હતો. જે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે. બનાવ અંગે ગુનો નોંધી તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

રિપોર્ટર પ્રકાશ ગેડીયા રાજકોટ


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image