અલાઉ માધ્યમિક શાળાની વિદ્યાર્થિની વાક્ પૂજન સ્પર્ધામાં જિલ્લા પ્રથમ આવી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું - At This Time

અલાઉ માધ્યમિક શાળાની વિદ્યાર્થિની વાક્ પૂજન સ્પર્ધામાં જિલ્લા પ્રથમ આવી શાળા તેમજ ગામનું ગૌરવ વધાર્યું


(અજય ચૌહાણ)
વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ દ્વારા બોટાદ જિલ્લામાં પ્રતિવર્ષ યોજાતી સ્વ. સવજીભાઈ નાગજીભાઈ લવાણી પ્રેરિત રનીંગ શિલ્ડ વક્તૃત્વ સ્પર્ધા તારીખ - ૦૬/૦૧/૨૫ ના રોજ સ્વામિ. નારાયણ ગુરુકૂળ બોટાદ ખાતે યોજાઇ જેમાં તાલુકામાંથી વિજેતા થયેલ કુલ ૧૭ સ્પર્ધકોએ ભાગ લીધેલો, જેમાં અલાઉ માધ્યમિક શાળાની વિદ્યાર્થિની ચૌહાણ અક્ષિતાબેને ઉપરોક્ત સ્પર્ધામાં શાળા, રાણપુર તાલુકો અને બોટાદ જિલ્લો એમ ત્રણેયમાં પ્રથમ ક્રમ મેળવી શાળાનું તેમજ ગામનું ગૌરવ વધારેલ છે, વધુમાં તેમને ટ્રસ્ટ દ્વારા ૭૦૦૦ રૂપિયાનું રોકડ ઇનામ તેમજ ટ્રોફી અને પ્રમાણપત્ર આપવામાં આવેલ, તેમજ શાળાને પણ દાતા પરિવાર દ્વારા ૫૦૦૦ રૂપિયાનું અનુદાન તેમજ રનિંગ શિલ્ડ અર્પણ કરેલ છે, તે બદલ શાળા પરિવાર તેમનો આભાર વ્યક્ત કરે છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.