વિરનગર ગામે 650 વૃક્ષોનું અવતાર ઉપવનનું નિર્માણ
વિરનગર ગામે 650 વૃક્ષોનું અવતાર ઉપવનનું નિર્માણ...
"આવો, વતનને હરિયાળું બનાવીએ" એ પ્રોજેક્ટ અંતર્ગત જસદણના અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. 10/07/2022, રવિવારના રોજ વિરનગર ગામના મોક્ષધામ ખાતે મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ પ્રમાણે *અવતાર ઉપવન* નું નિર્માણ કરવામાં આવ્યું
અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો,વિરનગર ગામના આગેવાનો તથા ઉત્સાહી યુવાનો છેલ્લા ઘણા સમયથી દિવસ- રાત મહેનત કરીને ખૂબ મોટી ઉત્તમ શ્રમસેવા કરી હતી.
આ અવતાર ઉપવનમાં (મિયાવાકી જંગલ - જાપાનીઝ પદ્ધતિ પ્રમાણે)650 જેટલા દેશી કુળના વૃક્ષોનું વાવેતર ખૂબ જ ઓછી જગ્યામાં દિકરીઓ,આગેવાનો,દાતાઓ,મહેમાનો અને ગામજનો હસ્તે કરવામા આવ્યું.
આ કાર્યક્રમમાં વિરનગર ગ્રામ પંચાયત તથા સમસ્ત ગ્રામજનોનો ખુબ જ આર્થિક તેમજ શ્રમદાન રૂપે ખુબ જ સાથ સહયોગ થકી અવતાર ઉપવનનું ખુબ જ સુંદર રીતે નિર્માણ થયું કાર્યક્રમમાં જસદણ તાલુકાના બહોળી સંખ્યામાં પર્યાવરણ પ્રેમી લોકો વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યક્રમને ચાર ચાંદ લગાવી દીધા.
આ તકે અવતાર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સૌનો આભાર વ્યક્ત કરી સાથે અપિલ પણ કરવામાં આવી કે દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એક વૃક્ષનું વાવેતર કરી તેનો ઉછેર કરે.
તેમજ આગામી સમયમાં આ પ્રોજેક્ટ હેઠળ જસદણ તાલુકાના કોઈપણ ગામમાં અવતાર ઉપવન બનાવવા ગ્રામજનો ઈચ્છુંક હોય તો ટ્રસ્ટનો અવશ્ય સંપર્ક કરે તેમ યાદીમા જણાવવામાં આવ્યું છે.
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.