મહિલા અને બાળ અધિકારી કચેરી બોટાદ દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન - At This Time

મહિલા અને બાળ અધિકારી કચેરી બોટાદ દ્વારા મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન


મહિલા અને બાળ અધિકારીની કચેરી બોટાદ તા. 25 નવેમ્બર થી 10 ડિસેમ્બર સુધી મહિલાઓ વિરુદ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન અંતર્ગત 16 દિવસ સુધી મહિલાઓ અને કિશોરીઓ પર થતી જાતીગત હિંસા સંબંધિત મુદ્દાઓને અનુલક્ષી વિવિધ થીમ આધારિત જાગૃતિ કાર્યક્રમોના આયોજન કરવાના થાય છે જે પરત્વે બોટાદ જિલ્લાના બરવાળા દરબાર ગઢ,તાલુકાની બ્રાન્ચ કન્યાશાળા નં -2પ્રાથમિક શાળા ખાતે ધો - 6 થી 8 ની વિદ્યાર્થીની ઓને મહિલા હેલ્પલાઇન જેવી કે 100,112, 181 અભયમ્ મહિલા હેલ્પલાઇન, ચાઈલ્ડ લાઈન 1098 અંગે તથા જાતિય સતામણી અધિનિયમ-2013,સખી વન સ્ટોપ સેન્ટર ની કામગીરી , ગુડ ટચ બેડ ટચ અન્વયે જાગૃતિ આવે તે અંગે ભાવના બેન મારું કેંદ્ર સંચાલક* દ્વારા માર્ગદર્શન આપેલ જેમાં આંગણવાડી કેન્દ્રો વર્કર બહેનો, નર્સ સ્ટાફ ની મુલાકાત લઈ ને કિશોરી અને મહિલા ને ઘરેલુ હિંસા અધિનિયમ 2005અંતર્ગત કેસવર્કર છાયાબેન સરવૈયા એમાર્ગદર્શન આપેલ અને
સખી વન સ્ટોપ સેન્ટર ના પેરા મેડીકલ વર્કર છાયાબેંનચાવડા દ્વારા કિશોરી ઓને સેનેટરી હાઇજીન અંગે માહિતી પૂરી પાડેલ સેનેટરી પેડ વિતરણ અને પત્રિકા વિતરણ કરેલ સ્ટિકર લગાડેલ.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.