શહેરમાં 26 દિવસમાં 147 કેસ, 18થી 44 વર્ષના યુવાનો સૌથી વધુ કોરોનાગ્રસ્ત - At This Time

શહેરમાં 26 દિવસમાં 147 કેસ, 18થી 44 વર્ષના યુવાનો સૌથી વધુ કોરોનાગ્રસ્ત


22મીએ એક જ દિવસમાં 17 કેસ આવ્યા બાદ ત્રીજા જ દિવસે ફક્ત 5 નોંધાયા.

કેસ એક જ ગતિએ વધવાને બદલે રોજ વધ-ઘટથી ચોથી લહેરનો અંદાજ લગાવવાનું અશક્ય.

રાજકોટ શહેરમાં તા.1થી 26 જૂન દરમિયાન કુલ 147 નવા કોરોના કેસ નોંધાયા છે તેમાં સૌથી ઝડપી વધારો ગત સપ્તાહે થયો હતો. હાલ જે કેસમાં વધારો આવ્યો છે તેમાં સૌથી વધુ વેસ્ટ ઝોનના છે તેમાં પણ સૌથી વધુ સંખ્યા સાધુવાસવાણી રોડ પર જોવા મળી છે અને મોટાભાગના લોકોની ટ્રાવેલ હિસ્ટ્રી છે તેથી મુસાફરી દરમિયાન ચેપ લાગ્યાની શક્યતા છે. જોકે રાહતની વાત એ છે કે જે કેસ આવ્યા છે તે તમામ હાલ સ્ટેબલ છે અને એક સિવાય તમામ હોમ આઈસોલેશનમાં જ રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.