જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી સાંસદની ગ્રાન્ટ વેંચે છેઃ સરપંચો - At This Time

જૂનાગઢ જિલ્લા ભાજપના મંત્રી સાંસદની ગ્રાન્ટ વેંચે છેઃ સરપંચો


સાંસદની ગ્રાન્ટ વેંચે છેઃ સરપંચો

મેંદરડા પંથકમાં સાંસદની ગ્રાન્ટ વેચાતી હોવાના મુદ્દે સરપંચો મેદાનમાં આવી રહ્યા છે. જીલ્લા ભાજપ મંત્રી ચિરાગ રાજાણી સાંસદની ગ્રાન્ટ તેમને કામ મળે તેવી ગ્રામ પંચાયતમાં જ આપતા

હોવાના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે. મેંદરડા પંથકના સરપંચોએ આ અંગે પૂર્વ સાંસદને રજૂઆત કરતાં તેણે સાંસદ એવા કેન્દ્રીય મંત્રીનું ધ્યાન દૌર્યું છે. સરપંચોને આ અંગેનો વિરોધ નહી કરવાના મનામણા શરૂ થતા જિલ્લાનાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

સરપંચો પાસે ચિરાગ રાજાણીએ કામ અથવા ટકાવારી માંગી

સરપંચો, સાંસદની ગ્રાન્ટનું આયોજન ધારાસભ્યએ કર્યું: જિલ્લા ભાજપ મંત્રી

પોરબંદર સંસદીય મત વિસ્તાર હેઠળના માણાવદર વિધાનસભા વિસ્તારના મેંદરડા તાલુકાના સરપંચોમાં ભારે રોષ ભભુક્યો છે. સરપંચોનો આક્ષેપ છે કે, જિલ્લા ભાજપના મંત્રી અને સાંસદ મનસુખ માંડવીયા તથા પૂર્વ સાંસદ દિનુ સોલંકીને માલણકા સ્થિત | તેમનાં ફાર્મહાઉસ ખાતે રૂબરૂ મળી સમગ્ર મામલે રજૂઆત કરી હતી. આ રજૂઆત બાદ પૂર્વ સાંસદે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાનું ધ્યાન દોર્યું હતું, જેથી હવે આવું

હોદા પરથી રાજીનામું આપી દીધું છે. આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના

મંત્રી ચિરાગ રાજાણીએ ‘સાંસદની ગ્રાન્ટનું આયોજન ધારાસભ્યએ કરેલું છે, અમારા તરફથી ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી, જે આક્ષેપ કરતા હોય તેની પાસે પુરાવા હોય તો તે રજૂ કરવા જોઈએ' તેવો બચાવ કર્યો હતો. બીજી તરફ સરપંચો દાવો કરી રહ્યા છે કે ગ્રાન્ટ ફાળવણીનું કૌભાંડ સરપંચો દ્વારા ખુલ્લું પાડવામાં આવતા સરપંચોને યેનકેન પ્રકારે સમજાવવાના પ્રયાસો અમુક આગેવાનો દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે જિલ્લા ભાજપના અનેક નેતાઓને જવાબ ભરવા પડયા હોવાનું પણ ભાજપના વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. સાંસદની ગ્રાન્ટનો વહિવટ કરવા મુદ્દે કેન્દ્રીય મંત્રીને સમગ્ર હકીકત જાણવા મળતા તે પણ ચોંકી ઉઠ્યા હતા તેવું સરપંચોએ જણાવ્યું હતું. ભાજપના પૂર્વ સાંસદે તેમનાં જ સંગઠનના હોદ્દેદારો સામે કેન્દ્રીય મંત્રીને સરપંચોના કહેવાથી ફરિયાદ કરવાની ફરજ પડી હતી.

મેંદરડા પંથકના અનેક સરપંચો પૂર્વ સાંસદનાં માલણકા સ્થિત ફાર્મહાઉસ ખાતે જિલ્લા ભાજપના મંત્રી સામે સાંસદની ગ્રાન્ટ વેંચવાના મુદ્દે રજૂઆત કરવા દોડી ગયા હતા.

માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના | પ્રતિનિધિ ચિરાગ રાજાણીને સાંસદ તથા ધારાસભ્યની ગ્રાન્ટ માટે રજૂઆત કરવામાં આવી ત્યારે તેણે કહ્યું હતું કે, “મને કામ કરવા દેવું પડશે અથવા ટકાવારી આપવી પડશે તો ગ્રાન્ટની ફાળવણી કરાવીશ.' આ અંગે મેંદરડાના ૩૦ જેટલા સરપંચોએ જૂનાગઢના

ન થાય અને સરપંચો જે રજૂઆત કરશે તે મુજબ યોગ્ય ગ્રાન્ટની ફાળવણી કરવા ખાત્રી આપવામાં આવી હતી. સરપંચોનો જેના પર ગંભીર આરોપ છે તે ચિરાગ રાજાણી જિલ્લા ભાજપના મંત્રી તથા સાંસદ, ધારાસભ્યની પ્રતિનિધિછે. અગાઉ તેઓ મેંદરડા તાલુકાના સરપંચ યુનિયનના પ્રમુખ પણ હતા,


9328933737
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.