ઝઘડિયા તાલુકાના તરસાલી ગામે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો, ૧૭ યુગલોના ઈસ્લામી રીત પ્રમાણે નિકાહ પઢાવવામાં આવ્યા, કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી ઉપસ્થીત રહ્યા
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના તરસાલી ગામ ખાતે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નત્સવ યોજાયો હતો. જેમાં ૧૭ યુગલોએ પ્રભુતામા પગલા પાડી સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો.
સમાજમાંથી કુરિવાજો, ખોટા ખર્ચા દુર કરવાના ઉદ્દેશ સાથે હાલના મોંધવારીના સમયમા દરકે સમાજના સમાજ વ્યર્થ ખર્ચાઓથી દુર રહે એ માટે સમુહ લગ્નોત્સવ કાર્યક્રમોનુ આયોજન કરવામા આવે છે ત્યાંરે ઝઘડિયા તાલુકાના નવી તરસાલી ગામ ખાતે કાર્યરત સમાજ સેવાના ઉદ્દેશથી સ્થપાયેલ ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા છઠ્ઠો સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.
ટ્રસ્ટ દ્વારા આયોજીત સમુહ લગ્નોત્સવ કાર્યક્રમનો પ્રારંભ તિલાવતે કુરઆન થી કરવામાં આવ્યો આવ્યો હતો ત્યારબાદ નાઅત શરીફ પઢવામાં કરવામાં આવી હતી ત્યારબાદ હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી અને તેમના ઉત્તરાધિકારી હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તીના નેતૃત્વ હેઠળ આયોજીત સમુહ લગ્નમાં ઈસ્લામીક રીત રીવાજ પ્રમાણે યુગલોને નિકાહ પઠાવવામા આવ્યા હતા.કાર્યક્રમના અંતે ખુતબો, સલાતો સલામ અને દુવા ગુજારવામા આવી હતી.
ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ તરસાલી દ્રારા આયોજીત સમુહ લગ્નોત્સવમાં યુગલોને જીવન જરૂરીયાતની ૭૫ જેટલી ચીજ વસ્તુઓ ભેટ સ્વરૂપે આપવામા આવી હતી.
કાર્યક્રમમા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થીત શયખુલ અસફીયા મોઇનુલ અવલિયા હઝરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રુખ ચિસ્તી અને તેમના ઉતરાધિકારી ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ વલીઅહદ હઝરત ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તી ઉપસ્થિત રહ્યા હતા.
સમૂહ લગ્નોત્સવમાં અન્ય અતિથિ તરીકે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, દિલીપ ભાઈ છોટુભાઈ વસાવા, બચુભાઈ માસ્ટર,ઘનશ્યામ પટેલ, ઇમ્તિયાઝ અલી સૈયદ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ સમુહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટના પ્રમુખ ખ્વાજા મોઇનુલ હસન ચિસ્તી, ઉપપ્રમુખ ખ્વાજા સલાઉદ્દીન ચિસ્તી અને ખ્વાજા રિયાઝુદ્દીન ચિસ્તી ઉપરાંત કાદર ઈદ્રીસ શેખ,મખદુમ એહમદ મલેક, સિરાજ એહમદ શેખ તેમ જ ટ્રસ્ટના તમામ સભ્યોએ સરાહનીય કામગીરી કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ઉલ્લેખનીય છેકે ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્રારા સમયાંતરે સમાજ સેવાને લગતા કાર્યક્રમો નુ આયોજન કરવામાં આવે છે.
મલેક યસદાની
At This Time Bharuch
7043265606
7043265606
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.