આરોગ્ય શાખાની ગ્રાન્ટનું ઓડિટ કરવા સ્થાયી સમિતિના સૂચનનો છેદ ઉડયો - At This Time

આરોગ્ય શાખાની ગ્રાન્ટનું ઓડિટ કરવા સ્થાયી સમિતિના સૂચનનો છેદ ઉડયો


કોર્પોરેશનની બજેટલક્ષી સામાન્ય સભામાં સરકાર દ્વારા આપવામાં આવતી ગ્રાન્ટનું ઓડિટ થતું હોવાથી મહાનગરપાલિકા ફરીથી ઓડિટ કરે તે યોગ્ય
નથી કોર્પોરેશનની સ્થાયી સમિતિ દ્વારા ડ્રાફ્ટ બજેટને સુધારા સાથે મંજૂર કરવામાં આવ્યું તેમાં કેટલાક સૂચનો પણ કરવામાં આવ્યા હતા જેમાં નેશનલ હેલ્થ મિશન અંતર્ગત આરોગ્ય વિભાગને આપવામાં આવતી ગ્રાન્ટોનું ઓડિટ કરવા પણ સૂચન કર્યું હતું. જેને આજે બજેટલક્ષી સામાન્ય સભામાં કાઢી નાખવામાં આવ્યું હતું. આ ગ્રાન્ટનું સરકાર કક્ષાએથી ઓડિટ થતું હોવાથી ફરીથી ઓડીટ કરવાનું કોઇ મતલબ નથી તેમ મેયર દ્વારા જણાવવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.