ભાજપનું ધ્યાન માત્ર સત્તા મેળવવા પાછળ છે : સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ કહ્યું કે, મારા પ્રિય ભાઈઓ અને બહેનો. આજે આખા દેશમાં યુવાન-બેરોજગારી, મહિલાઓ-અત્યાચાર, દલિત, આદિવાસી, પછાત અને અલ્પસંખ્યક- ભયંકર ભેદભાવ સહન કરી રહ્યા છે. આવો માહોલ વડાપ્રધાન મોદી અને ભાજપની નીતિના કારણે છે. તેનું ધ્યાન કોઈ પણ કિંમત પર માત્ર સત્તા મેળવવા પાછળ છે. તેમણે રાજકીય લાભ માટે નફરત વધારી છે. કોંગ્રેસ પાર્ટી અને હું હંમેશા તમામની પ્રગતિ અને વંચિતોને ન્યાય અપાવવાની સાથે જ દેશને મજબૂત કરવા માટે સંઘર્ષ કર્યો છે. અમારું ન્યાય પત્ર અને અમારી ગેરેન્ટીઓનો ઉદ્દેશ્ય પણ દેશને એકજુટ રાખવા અને ગરીબો, મહિલાઓ, ખેડૂતો, શ્રમિકો અને વંચિત સમુદાયોને તાકાત આપવાનો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.