”તેરા તુજકો અપર્ણ “અંતર્ગત બાર હજારની કિંમતનો મોબાઈલ ફોન શોધી કાઢી મુળ માલિકને પરત કરતી કમલાબાગ પોલીસ
વસુંધરા કોમ્પ્લેક્ષ કમલાબાગમાં રહેતા રિદ્ધિબેન થાનકીનો મોબાઈલ ફોન ગુમ થયાના ૩ કલાકમાં શોધી કાઢી કમલાબાગ પોલીસે કરી પ્રસંશનીય કામગીરી
ગોસા(ઘેડ):પોરબંદર ના રમણીય ચોપાટી મેળા મેદાન માં પોરબંદર વાસીઓ દર રવિવારના હરવા ફરવા જતા હોય છે અને ચોપાટી ખાતે રમણીય સમુદ્ર ના તરંગો ની મોજ માણતા હોય છે
જયારે સવારના ચોપાટી ખાતે દર રવિવારે ભરાતી ગુજરીમાં પોરબંદર નગરજનો તેમજ ગ્રામ્ય વિસ્તારમાંથી પણ અસંખ્ય લોકો ગુજરીમાં કપડાં લતા, ગરમ કપડાં માલસામાન, તેમજ અન્ય વસ્તુ ઓની ખરીદી કરવા આવતા હોય ત્યારે રવિવારી ભરાતી ગુજરીમાં જાણે મેળા મંડપ હોય તેવી જનમેંદની નો નજારો જોવા મળતો હોય છે.
પોરબંદર ચોપાટી ખાતે આજે તારીખ ૧૯/૦૧/૨૦૨૫ ના રવિવાર હોય હરવા ફરવા આવતા માણસો તેમજ ગુજરી ભરાયેલ હોય હકડેઠડ જનમેદની માં વસુંધરા કોમ્પ્લેક્ષ કમલાબાગ પોરબંદર ખાતે રહેતા રિધ્ધીબેન પ્રણવભાઈ થાનકી પણ સહ પરિવાર બપોર બાદ ચોપાટી મેદાન સમુદ્ર પર ફરવા આવેલા હતા. તે દરમ્યાન અચાનક તેઓ પાસે રહેલ રેડમી નોટ ૧૧ કંપનીનો રૂ. ૧૨૦૦૦ ની કિંમતનો મોબાઈલ ફોન ખોવાઈ ગયો હતો.
આજુબાજુ તપાસ કરતા મોબાઈલ ફોન ના મળતા રિધ્ધીબેન પ્રણવભાઈ થાનકીએ પોતાનો કિંમતી મોબાઈલ ખોવાય ગયાની નોંધ કમલાબાગ પોલીસ સ્ટેશન માં આવી કરવામાં આવેલ.
ત્યારબાદ તુરંત જ રિધ્ધીબેન પ્રણવભાઈ થાનકી ના રૂ. ૧૨૦૦૦ ના કિંમત રેડમી નોટ-૧૧ કંપનીનો મોબાઈલ શોધી કાઢવા કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર. સી. કાનામીયાના ઓના માર્ગ દર્શન હેઠળ કમલાબાગ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ચેતનભાઈ મોઢવાડીયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુખાભાઈ જાંબુચા, વુમન પોલીસ કોન્સ્ટેબલ દક્ષાબેન સોલંકીએ ચોપાટી મેદાનમાંથી ગુમ થયેલ મોબાઈલ બેથી ત્રણ કલાકમાં જ શોધી કાઢી રિધ્ધીબેન પ્રણવભાઈ થાનકીને ''તેરા તુજકો અર્પણ'' અંતર્ગત પરત આપતાં રિધ્ધીબેનએ કમલાબાગ પોલીસની પ્રસંશનીય કામગીરી ને બિરદાવી પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો.
રિપોર્ટ:- વિરમભાઈ કે. આગઠ
આ પ્રકારના તમામ સમાચાર માટેે
