ગુજરાતમાં શુકવારે પ્રાઈવેટ ડોક્ટરો કરશે હડતાલ, ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર પણ નહીં મળે - At This Time

ગુજરાતમાં શુકવારે પ્રાઈવેટ ડોક્ટરો કરશે હડતાલ, ખાનગી હોસ્પિટલમાં ઇમરજન્સી સારવાર પણ નહીં મળે


રાજ્યમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે

રાજકોટ, તા.19
આગામી તા.22 જુલાઈને શુક્રવારના રોજ રાજ્યભરના તમામ પ્રાઇવેટ ડોકટરો હડતાળ પાડશે. ખાનગી હોસ્પિટલમાં OPD તથા ઇમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (ગુજરાત) દ્વારા એલાન કરાયું છે.

ફાયર NOC, ICU માટેના નિયમો સહિત સરકારના અલગ - અલગ આદેશના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસો. (ગુજરાત) દ્વારા આ એક દિવસની હડતાળની જાહેરાત કરાઈ છે.

એ નોંધવું રહ્યું કે, ગુજરાતમાં પ્રથમવાર એવું બનવા જઈ રહ્યું છે કે, ખાનગી હોસ્પિટલોમાં ઇમરજન્સી સારવાર પણ બંધ રહેશે. જોકે દર્દીઓ સરકારી અથવા ચેરીટેબલ ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર મેળવી શકશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.