ખેડૂત તાલીમ કેન્દ્ર, મોડાસા, જિ. અરવલ્લીના નવનિર્મિત બિલ્ડિંગનુ માન.મુખ્યમંત્રીશ્રી ના વરદહસ્તે ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું.
ખેડુતલક્ષી સહાય યોજનાઓ અંગેની સમજ આપવાના ઉદ્દેશ્યથી રાજ્યભરના ૨૪૮ તાલુકાઓમાં આયોજીત ”રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩” અંતર્ગત અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાનો તાલુકા ક્ક્ષાનો કાર્યક્રમ તારીખ ૨૪-૧૧-૨૦૨૩ ના રોજ તેમજ જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ બે દિવસીય ”રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩” નો પ્રારંભ થયો છે. તેમજ તા. ૨૪/૧૧/૨૦૨૩ ના રોજ પ્રેરણાપીઠ, પીરાણા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના રવિ કૃષિ મહોત્સવ -૨૦૨૩ માન. મુખ્ય મંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના વરદહસ્તે, શ્રી દેવુસિંહ ચૌહાણ, માન. કેન્દ્રીય રાજ્ય કક્ષા મંત્રીશ્રી, સંચાર મંત્રાલય ભારત સરકાર અને શ્રી રાઘવજી પટેલ, માન. કૃષિ મંત્રીશ્રી, તથા માન. ધારાસભ્યશ્રી દસક્રોઈ – શ્રી બાબુભાઈ જમનાદાસ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે આર.કે.વી.વાય. યોજના હેઠેળ રુ. ૪૦૦/- લાખના ખર્ચે નવ નિર્મિત કરવામાં આવેલ ખેડૂત તાલીમ કેન્દ્ર, ના બિલ્ડીગનું ઈ-લોકર્પણ કરવામાં આવ્યું.
આ ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અરવલ્લી જીલ્લાના ખેડૂત ભાઈઓ તથા બહેનોને ખેતીવાડી, બાગાયત, પશુપાલન વિષય ઉપર નવીનતમ ટેકનોલોજી તથા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ મળી રહેશે જેનાથી જીલ્લાના ખેડૂતોને લાભ થશે.આ બિલ્ડીંગમાં ખેડુતોને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.