દિવાળીના તહેવારમાં મહિલા પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા ફૂટ પેટ્રોલીંગ - At This Time

દિવાળીના તહેવારમાં મહિલા પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા ફૂટ પેટ્રોલીંગ


દિવાળીના તહેવારમાં મહિલા પોલીસ દ્વારા વાહન ચેકીંગ તથા ફૂટ પેટ્રોલીંગ

પોરબંદર સહિત દેશભરમાં હાલ દિવાળીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. આ તહેવારમાં લોકો પોતાના પરિવાર સાથે બહાર ફરવા નિળકી રહ્યાં છે તેમજ બજારોમાં લોકો ખરીદી કરવા પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યાં છે. આ તહેવારમાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે માટે પોરબંદર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ, વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની તથા સીટી ડી.વાય.એસ.પી. નિલમ ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા મહિલા પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ, વાહન ચેકીંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. મહિલા સી-ટીમ દ્વારા દિવાળી તથા નૂતન વર્ષના તહેવારમાં સોની બજાર, બંગડી બજાર, એમ.જી. રોડ જેવા ગીચ વિસ્તારોમાં જ્યાં મહિલાઓ ખરીદી કરવા આવતી હોય છે ત્યાં કોઇ અનઇચ્છનીય બનાવ ન બને તે હેતુથી મહિલાઓની સુરક્ષાને ધ્યાને રાખી સઘડ ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યું છે. મહિલા પો. સ્ટે.ના પી.આઇ. આર. એન. રાઠોડ દ્વારા મહિલાઓને ખરીદી કરતા સમયે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. તેમજ છેડતી જેવી ઘટના બને તો તાત્કાલીક ૧૦૦ કે ૧૮૧ નંબર ઉપર જાણ કરવી તેમજ મહિલા પો. સ્ટે. દ્વારા મહિલાઓમાં જાગૃતિ લાવવા જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત પોરબંદર પોલીસ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વાહન ચેકીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon