ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી ચાલુ કરવામાંઆવેલ નવી પેન્શન યોજના (NPS) ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૪/૨૦૦૫ ની અસરથી લાગુ કરવામાં આવેલ છે. - At This Time

ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી ચાલુ કરવામાંઆવેલ નવી પેન્શન યોજના (NPS) ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૪/૨૦૦૫ ની અસરથી લાગુ કરવામાં આવેલ છે.


ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી ચાલુ કરવામાંઆવેલ નવી પેન્શન યોજના (NPS) ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૪/૨૦૦૫ ની અસરથી લાગુ કરવામાં આવેલ છે.

દેશ ના દરેક સરકારી અધિકારી, કર્મચારી, શિક્ષકો જે તા ૧/૧/૨૦૦૫ થી સરકારી સેવા મા જોડાયેલા છે તેમને જુની પેન્શન યોજના- Old Pension Scheme (OPS) ના લાભ થી વંચીત કરી નવી પેન્શન યોજના New Pension Scheme (NPS) હેઠળ મુકેલ છે. નવી પેન્શન યોજના શેરબજાર આધારીત યોજના હોવાથી જયારે કર્મચારી ની સેવાનિવૃત્ત સમયે જે તે કર્મચારી ને કેટલું પેન્શન થશે તેની કોઈ ગેરંટી નથી.
જેથી તા ૧/૫/૨૦૦૫ પછી સરકારી સેવા મા જોડાયેલ દેશ ના દરેક સરકારી અધિકારી, કર્મચારી, શિક્ષકો નવી પેન્શન યોજના થી સંતૃષ્ટ નથી.

જેથી દેશ મા ઘણા સંગઠનો સરકારશ્રી ને રજુઆતો કરી જુની પેન્શન યોજના પાછી લાગુ કરાવવા કાર્યરત થયેલ છે.

જેમાંનું એક National Old Pension Restoration United Front (NOPRUF) હેઠળ ઘણા સમયથી દેશ ના જુદા જુદા રાર્જ્યોમાં જુની પેન્શન યોજના લાગુ કરાવવા પ્રયતનો કરી રહ્યું છે.

National old pension Restoration United Front (NOPRUF) સહિત અલગ અલગ વિભાગ ના ગુજરાત રાજ્ય ના કર્મચારીઓ/અધિકારીઓ/શિક્ષકો/અધ્યાપકો સરકારશ્રીને છેલ્લા ૨.૫ વર્ષથી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમને બંધ કરી GPF સહિતની જુની પેન્શન સ્કીમ અમલી કરવા માગણી કરી રહ્યા છે.

તા.૨૩/૦૨/૨૦૨૨ના રોજ રાજસ્થાન સરકારના માન. મુખ્યમંત્રીશ્રી અશોક ગેહલોત દ્વારા રાજસ્થાન વિધાનસભા ખાતેના તેમના પ્રવચન દરમ્યાન નવી પેન્શન યોજનાના સ્થાને તા.૦૧/૦૧/૨૦૦૪ અને તેના પછી સરકારી નોકરીમાં દાખલ થયેલ તમામ કર્મચારીઓને અગાઉની જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની ઘોષણા કરવામાં આવેલ છે અને ત્યાં જૂની પેન્શન ચાલુ થઈ ગયેલ છે.

આમ, ભારતના બંધારણની વિષયોની યાદી મુજબ પેન્શન એ રાજ્ય સરકારનો વિષય થતો હોઈ રાજ્ય સરકાર પોતાના કર્મચારીઓને પેન્શન આપવા બાબતે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકે છે.

ત્યાર બાદ દેશ ના અલગ અલગ રાજ્ય જેવા કે છત્તીસગઢ, ઝારખંડ અને હમણાં પંજાબ માં પણ
ત્યાંની રાજ્ય સરકાર દ્વારા તેમના સન્નિષ્ઠ કર્મચારીઓની સેવા તેમજ લાગણી અને માગણીના અનુસંધાને લેવામાં આવેલ નિર્ણયને ધ્યાને લઈ ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવી છે.

ગુજરાત સરકાર દ્વારા પોતાના કર્મયોગીઓની રાજ્યના વિકાસ માટેની અવિરત સેવા અને તેમની લાગણી તથા માગણીના અનુસંધાને તા.૦૧/૦૪/૨૦૦૫થી ગુજરાત રાજ્યમાં અમલી નવી પેન્શન યોજના રદ કરી તેના સ્થાને અગાઉની જૂની પેન્શન યોજનાને અમલી કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી રાજ્યના સર્વે કર્મયોગીઓ ના અલગ અલગ મંડળો ની માંગ છે.
પંરતુ છેલ્લા વર્ષ થી ચાલતા આંદોલન ને જૂની પેન્શન અને ફિક્સ પગાર ની માંગણી સ્વીકારાય વગર અમુક મંડળ ના હોદેદારો એ આંદોલન સ્થીગીત જાહેર કરવામાં આવેલ હતું.

પંરતુ ગુજરાત ના NPS કર્મચારીઓ/અધિકારીઓ આ નિણર્ય થી સંતુષ્ટ નહિ હોવાથી જૂની પેન્શન યોજના ની માંગણી હજુ અલગ અલગ માધ્યમ થી ચાલુ જ રાખવામાં આવી છે.

https://atthistime.in/t3kcq704zvqxz62u/">વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે મહીસાગર જીલ્લાના પ્રવાસે

આવા કર્મચારીઓ દ્વારા અત્યારે દિવાળી નો તહેવાર હોવા છતાં તેમની જૂની પેન્શન યોજના ની માંગણી માટે ops ની અલગ અલગ થીમ થી રંગોળી બનાવી સોશ્યલ મીડિયા ના તમામ પ્લેટફોર્મ ઉપર શેર કરેલ છે તમેજ હાલ દિવાળી ના તહેવાર માં વ્યસ્ત હોવા છતાં #OPS4Gujarat
ટ્વીટર અભિયાન હેઠળ આશરે 20 હજાર થી વધુ જૂની પેન્શન યોજના ફરી લાગુ થાય તે માટે ટ્વીટ કરવામાં આવેલ છે.

ગુજરાત ના કર્મચારીઓ ને એક જ સવાલ છે કે આખા દેશ માં ગુજરાત મોડલ સ્ટેટ તરીકે ગળના થાય છે તેમજ ગુજરાત ને રાજસ્થાન, પંજાબ, છત્તિસ ગઢ, ઝારખંડ થી વિકસિત રાજ્ય તરીકે જો ઘણતા હોય તો શા માટે ગુજરાત ના અભિન્ન અંગ ઘણાતા સરકારી કર્મચારી/અધિકારી ને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવતી નથી.https://atthistime.in/t3kcq704zvqxz62u/">Gujarat Election : રાજકોટથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, કોણ કોણ રહ્યું ઉપસ્થિત?


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon