રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં મહિલા દિવસની ઊજવણી - At This Time

રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા કે.જે.કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલમાં મહિલા દિવસની ઊજવણી


.

રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતી સંસ્થા છે. સ્લમ વિસ્તારમાં નાના બાળકો માટે સ્વચ્છતા અને પોષણ અભિયાન ચલાવે છે. જરુરીયાતવાળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક સહાયતા કરે છે. વિવિધ ક્ષેત્રમાં સારું કાર્ય તથા પ્રેરણાદાયી પ્રવૃત્તિઓ કરનારને પ્રોત્સાહિત કરે છે. તા. ૧૫ માર્ચનાં રોજ રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલનાં નિષ્ઠાવાન સાત શિક્ષિકાબહેનોને સન્માનિત કરી મહિલા દિવસની ઊજવણી કરવામાં આવી. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ નાં વનિતાબેન રાઠોડ, તારાબેન રાઠોડ, પ્રવિણભાઈ વાઢેર, પ્રફુલ્લભાઈ રાજપૂત હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે સીજે ગૃપનાં ચિરાગભાઈ ધામેચા હાજર રહ્યા હતા. શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલનાં શિક્ષિકાબહેનો દિકરીઓને ઉત્તમ કેળવણી તથા ઘડતર માટે ખૂબ સારા પ્રયાસો કરી રહ્યા છે. આ બદલ રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્ય શ્રી સ્વાતિબેન દિપકભાઈ જોશી અને શિક્ષિકા બહેનો નિશાબેન એસ. અગ્રાવત, અર્ચનાબેન વી. ગોસ્વામી, જલ્પાબેન મહેતા, નસરીનબેન યાકુબભાઈ શેખ, વિજ્ઞાબેન જોશી, સુનિતાબેન કે. રાખોલીયાને શિલ્ડ તથા સાલ આપી સન્માનિત કરવામાં આવ્યાં. રડીબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમનાં મુખ્ય મહેમાન શ્રી ચિરાગભાઈ ધામેચાનું પણ સાલ તથા શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં. વનિતાબેન રાઠોડ દ્વારા વિદ્યાર્થીનીઓને મહિલા દિવસની શુભેચ્છાઓ આપવામાં આવી. શ્રી કે જે કોટેચા ગર્લ્સ હાઈસ્કૂલનાં આચાર્ય શ્રી સ્વાતિબેન જોશીએ રડીબા ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon