*સાબરકાંઠામાં આઝાદીના અમૃત્સવ અનુસંધાને રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમ ઉજવાયા.* - At This Time

*સાબરકાંઠામાં આઝાદીના અમૃત્સવ અનુસંધાને રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમ ઉજવાયા.*


*સાબરકાંઠામાં આઝાદીના અમૃત્સવ અનુસંધાને રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે વિવિધ કાર્યક્રમ ઉજવાયા.*

સાબરકાંઠામાં રિલાયન્સ ફાઉન્ડેશન અને સહભાગી સંસ્થા નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે ગ્રામીણ લેવલે પોતાના કાર્યક્ષેત્રમાં નોંધપાત્ર ગ્રામ વિકાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે,

તાજેતરમાં સરકારશ્રી આઝાદીના અમૃત્સવને કાર્યક્રમને ધ્યાનમાં રાખીને હર ઘર તિરંગા કાર્યક્રમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે સાબરકાંઠા જિલ્લાના ગ્રામીણ લેવલે રાષ્ટ્રીય ભાવના ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે સરકારના તમામ વિભાગો તથા શાળાના બાળકો ,ગ્રામ પંચાયત ,સખી મંડળની મહિલા અને સક્રિય આગેવાનોને સાથે રાખીને રેલીરથ થકી રેલી કાઢવામાં આવી જેમાં નોંધપાત્ર લોકો સહભાગી થઈને આઝાદીનો અમૃત્સવ ઉજવવાનો તેમજ વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા ,

પ્રસ્તુત કાર્યક્રમ સાબરકાંઠા જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોસીના અને તલોદ તાલુકાઓ માં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ના કાર્યક્ષેત્રના પાંચ તાલુકા ઓમ તાલુકા દીઠ 15 ગામોની શાળાના બાળકોમાં પર્યાવરણનીય જાગૃતિની સાથે સાથે રાષ્ટ્રીય ભાવના વિકસવાના ઉદ્દેશ્ય સાથે રેલી અને ચિત્ર તથા નિબંધ સ્પર્ધા થકી લોક જાગૃતિ ઉજાગર કરવાની ઝૂબેશ હાથ ધરવામાં આવી જેમાં અંદાજીત 4500 જેટલા વિદ્યાર્થીઓ સહભાગી થઈ રાષ્ટ્રીય ભાવના સાથે પોતાની કૌશલ્યને ખીલવવાનો પ્રયત્ન હાથ ધર્યો હતો

પ્રસ્તુત કાર્યક્રમમાં હરઘર તિરંગા રેલીની સાથે સાથે વૃક્ષારોપણ કાર્યક્રમને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે વિવિધ રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું, જે આગામી ત્રણ દિવસ સુધી પોતાના કાર્યક્ષેત્રના ગામોમાં રેલી થકી લોકજાગૃતિ અભિયાન થકી લગભગ ૪૦૦૦ કેટલા લોકો સાથે પર્યાવરણીય જાગૃતિ અને રાષ્ટ્રીયભાવનાને વેગ આપવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો કે કાર્ય આગામી સમય માં પણ ચાલુ રહેશે.

કાર્યક્રમને સફળ બનાવવા અમુક તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ અમુક તાલુકા માં રાજકીય આગેવાનો દ્વારા તેમજ વિવિધ પદાધિકારીઓ દ્વારા લીલી ઝડી આપીને રેલીને પ્રસ્થાન આપી સરકારશ્રી ના આઝાદીના અમૃત્સવ કાર્યક્રમને સફળ બનાવવાનો અનુરોધ કર્યો હતો, જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન ટીમ તથા નરોત્તમ લાલભાઈ ટ્રસ્ટ ટીમ દ્વારા નોંધપાત્ર પ્રયત્ન કરીને કાર્યક્રમને સફળ બનાવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.