મોડાસા માં સ્વચ્છતા અભિયાન કે...... અ _સ્વચ્છતા અભિયાન ??? સરકાર ના દાવા???? - At This Time

મોડાસા માં સ્વચ્છતા અભિયાન કે…… અ _સ્વચ્છતા અભિયાન ??? સરકાર ના દાવા????


મોડાસા માં સ્વચ્છતા અભિયાનને અ _સ્વચ્છતા અભિયાન ??? પ્રથમ ગેસ્ટ હાઉસ સ્વછતા હી સેવાના સૂત્રની સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર મસ્ત મોટા ઉપાડે જાહેરાત કરી હોય, સાબરકાંઠા / અરવલ્લીના સાંસદ અને રાજ્ય કક્ષાના મંત્રી રસ્તા ઉપર ઝાડુ લઈ ફોટો સેશન કરાવી સ્વચ્છતા અભિયાનને વેગવાંતું બનાવવા હવાતીયા મારતા હોય ત્યારે મોડાસાના હંગામી બસ સ્ટેન્ડ પાસે આવેલ પ્રથમ ગેસ્ટ હાઉસ કોમ્પલેક્ષમાં ગંદકી ઢગ જોવા મળ્યા હતા. આ અંગે મોડાસા નગરપાલિકાને ગત દિવસોમાં દુકાનદારોએ ઉગ્ર રજૂઆત કરી હોવા છતાં નિરાકરણ મળેલ નથી. સ્વચ્છતાની વાતો કરી નગરપાલિકા પ્રમુખ સરકારમાં પોતાનો કોલર ઉચો રાખવા બસ સ્ટેન્ડને આવન જાવન કરતાં હજારો મુસાફરો સ્વાસ્થ્ય અને જોખમમાં નાખી રહ્યા હોય એવું નથી લાગતું??? સ્વચ્છતા હી સેવાના લીલે લીરા ઉડાવતા વિડીયો અને તસવીરો અમો આપના સુધી પહોંચાડીશું. ધરતી પરનો અસલી નજારો અમો પ્રકાશીત કરતા રહીશું. સાચા કચરાની સફાઈ ક્યારે થશે?? પોતાના ડાકલા અને ઘરના ભુવા તેવો ઘાટ?? આવા ઘણા કિસ્સા આપની સમક્ષ ઉજાગર કરતો રહીશ.
જોતા રહો જવાન સિંહ ઠાકોર અરવલ્લી સાથે..
જવાન સિંહ ઠાકોર અરવલ્લી.
મો.9638500650.


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.