નેત્રંગ તાલુકામાં ૭૮મા સ્વાતંત્ર્ય વિવિધ શૈક્ષણિક સંસથાઓમાં તેમજ સરકારી કચેરીઓ ખાતે આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકામાં ૭૮મા સ્વાતંત્ર્ય વિવિધ શૈક્ષણિક સંસથાઓમાં તેમજ સરકારી કચેરીઓ ખાતે આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નેત્રંગ તાલુકાના મોટા જાંબુડા પ્રાથમિક શાળા ખાતે નેત્રંગ મામલતદાર રિતેશ કોંકણીની ઉપસ્થિતિમાં તાલુકાકક્ષાના ઘ્વજવંદન સમારોહની આન-બાન-શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી.
નેત્રંગ તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયત પ્રમુખ વસુધાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.નેત્રંગ ટાઉનના ગાંધી બજાર વિસ્તારમાં આવેલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે નેત્રંગ તાલુકા પંચાયત ઉપ પ્રમુખ નિતેશ પરમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. નેત્રંગ વન વિભાગ કચેરી ખાતે હરિલાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરાયું હતું. તેમજ શ્રીમતી એમ.એમ.ભક્ત હાઇસ્કુલ ખાતે સુપર વાઈઝર પી.વી.ગોહિલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું.
નેત્રંગ નગરમાં ઠેર ઠેર ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે ગાંધી બજાર વિસ્તારના બાળકોએ વીર શહીદોની વેશભૂષા ધારણ કરી રેલી યોજી હતી. તેમજ નાના ભૂલકાઓ પણ સ્વાતંત્ર્ય પર્વની થીમ પર ફોટા પડાવી ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળ્યા હતા.
9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.