લીલીયા તાલુકાના હાથીગઢ સાજણટીંબા,હાથીગઢ-ખારા હાથીગઢ-હરીપર માર્ગને મંજૂર કરાવતા ધારાસભ્ય કસવાલા
3 કરોડ 75 લાખ ના રોડ ના વિકાસ કામ ટૂંક સમયમાં થશે શરૂ
લીલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી તેમજ રોડ રસ્તા ના પ્રશ્નને વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સતત પ્રયત્નશીલ હોય ત્યારે છેલ્લા ઘણા સમયથી આ રોડ બિસ્માર હાલત માં હોય અને આ તમામ રોડ લીલીયા શહેરને જોડતા રોડ હોય ત્યારે આ બાબતે ધારાસભ્ય કસવાલા દ્વારા લોકોની હાલાકી ને ધ્યાને લઈ આ ત્રણે બિસ્માર માર્ગોને નવીનીકરણ ની કામગીરી હાથ ધરવામાં આવેલ હોય જેને લઇ લોકો માં આનદ ની લાગણી જોવા મળી રહી છે રોડ કામ બાબતે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ દ્વારા જણાવવામાં આવેલ કે હાથીગઢ-સાજણટીંબા રોડના વર્ક ઓર્ડર અપાયેલ છે અને એ કામ ટૂંક સમયમાં આ રોડ નું કામ શરૂ થવા જઈ રહ્યું છે તેવી જ રીતે હાથીગઢ-ખારા રોડ પણ મંજુર થઈ ગયેલ છે જે રોડના કામ માટે એજન્સી પણ મંજુર થઈ ગયેલ હોય આ રોડનું કામ પણ ટૂંકા દિવસોમાં શરૂ કરવામાં આવશે તેવી જ રીતે હાથીગઢ-હરીપર રોડ પણ મંજૂર થયેલ છે આ રોડ ની ઓનલાઇન ટેન્ડરિંગ પ્રક્રિયા હાલ શરૂ હોવાથી ટૂંક સમયમાં આ રોડનું કામ પણ શરૂ કરવામાં આવશે આ તમામ રોડ નું કામ અંદાજે ત્રણ કરોડ પંચોતેર લાખ નું થવા જઈ રહ્યું છે જે અંગેની માહિતી લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશ સાવજ તેમજ હાથીગઢ ગામના સરપંચ પાયલબેન.નિલેશભાઈ ધોરાજીયા દ્વારા આપવા માં આવેલ છે તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.