કેશોદમાં કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન યાત્રાનું સ્વાગત - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8bcymqdlvq1rq9v6/" left="-10"]

કેશોદમાં કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન યાત્રાનું સ્વાગત


જૂની પેન્શન યોજના શરૂ કરવા કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન યાત્રા

ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ,
ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચો,
Team OPS & NMOPS ના સંયુક્ત નેજા હેઠળ તા.૦૮-૦૬-૨૦૨૨ ના ૦૪:૩૦ કલાકે સરકારી હોસ્પિટલ, કેશોદ ખાતે કર્મચારી અધિકાર સંપર્ક અભિયાન યાત્રાની યુવા ટીમમાં ભારતેન્દુભાઈ રાજગોર અને ગુંજનભાઈ પટેલ આવેલ. જેમનું શાબ્દિક સ્વાગત દિપેનભાઈ અટારા દ્વારા કરવામાં આવેલ ત્યારબાદ પુષ્પ ગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ.
આ તકે ટીમ OPS ના મુખ્ય કંવિનર ભારતેન્દુભાઈએ આ કર્મચારી અધિકાર સંપર્ક યાત્રાના મુખ્ય ઉદ્દેશની ચર્ચા કરેલ જેમાં મુખ્યત્વે -૧ જૂની પેન્શન યોજના લાગુ કરવી.
૨ ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરવા
૩ કેન્દ્રના ધોરણે ભથ્થા આપવા વગેરે.
અંતમાં ઉપસ્થિત તમામ *કર્મચારીઓએ સંકલ્પ પત્ર ભરી અને સંકલ્પ લીધેલ કે જે કર્મચારીના અધિકારોની રક્ષા કરે - કર્મચારીનો મત તે પક્ષને.* સરકાર દ્વારા કર્મચારીઓના અધિકારોની રક્ષા કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં વધુ આક્રમક આંદોલન કરવાની તૈયારી પણ છે. આ કાર્યક્રમમાં સરકારી હોસ્પિટલના ફાર્માસિસ્ટ, નર્સિંગ સ્ટાફ, આઈ. ટી.આઈ.ના કર્મચારી, આરોગ્ય કર્મચારી, શિક્ષક વગેરે કેડરના કર્મચારી હાજર રહ્યા હતા. આ યાત્રા દ્વારા પાંચ લાખ સંકલ્પ પત્ર કર્મચારીઓના એકત્ર કરી મુખ્યમંત્રીશ્રીને પહોંચાડવામાં કરવામાં આવશે.

દિપેનભાઈ અટારા,
કાર્યાધ્યક્ષ,
જૂનાગઢ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]