આજે ભાવનગર શિશુવિહાર માં સેવાર્થિ સન્માન સન્માન યોજાશે
આજે ભાવનગર શિશુવિહાર માં સેવાર્થિ સન્માન સન્માન યોજાશે
ભાવનગરની સેવા સંસ્થા શિશુવિહાર ના ઉપક્રમે શનિવાર તારીખ 22 એ પરિવાર સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાશે. સંસ્થાના પ્રમુખ શ્રી રાજેન્દ્રભાઈ દવે ની અધ્યક્ષતામાં યોજાનાર પરિવાર સ્નેહ મિલન સમારોહ માં ગત વર્ષમાં ઉત્તમ બાળ સેવા પ્રવૃત્તિ કરનાર શ્રી પ્રીતિબેન ભટ્ટ , સંપર્ક અધિકારી તરીકે ઉત્તમ સેવા કરનાર શ્રી નેહાબેન ભટ્ટ , સંસ્થાના મુખ્ય સંયોજક શ્રી હીનાબેન ભટ્ટ તેમજ સંસ્થાકીય સુવિધાઓ ના વિકાસમાં યોગદાન આપનાર શ્રી રાજુભાઈ મકવાણા નું અભિવાદન થશે.
સંસ્થાના કાર્યકરો અને તેના પરિવાર જનો વચ્ચે સ્નેહ સેતુ જળવાઈ રહે તે હેતુસર પ્રતિવર્ષ યોજાતા કાર્યક્રમમાં સંસ્થાના જાગ્રત વાલી મંડળ સાથે સમલગ્ન મા બાપ ને પણ પ્રસ્કૃત કરવામાં આવશે.
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે
