ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટીની પરિણીતાને સાસરિયાનો ત્રાસ : ગુનો દાખલ - At This Time

ગોકુલધામ પાસે ગીતાંજલી સોસાયટીની પરિણીતાને સાસરિયાનો ત્રાસ : ગુનો દાખલ


શહેરની એક પરિણીતાએ મહિલા પોલીસ મથકે તેમના પતિ રવીકુમાર, સાસુ- સોનલબેન, સસરા- દિનેશભાઈ હરીસીંગભાઈ ભટ્ટી (રહે. ત્રણેય ગીતાંજલી સોસાયટી શેરી, નં.6, ગોકુલધામ પાસે, બગીચાની બાજુમાં) સામે દુ:ખ ત્રાસ આપ્યાના આક્ષેપ સાથે ફરિયાદ નોંધાવી છે. પરિણીતા રવિનાબેન ભટ્ટી (ઉં. વ.32)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા પિતાનું નામ ભરતભાઈ અમરસિંગભાઈ પરમાર છે. હું હાલ નાના મૌવા રોડ, રાજનગર સોસાયટીમાં મારા માવતરે સાત માસથી રહું છું.
ડી-માર્ટમાં પ્રા-નોકરી કરું છું. મારા લગ્ન તા.8/12/2013 ના રોજ દિનેશભાઇ ભટ્ટીના દિકરા રવિકુમાર સાથે અમારી જ્ઞાતીના રીત-રીવાજ મુજબ થયેલ. હાલ મારે સંતાનમા એક ત્રણ વર્ષની દિકરી છે. લગ્નબાદ હું મારી સાસરીમાં મારા પતિ સાથે મારા સસરા-દિનેશભાઇ હરીસીંગભાઈ ભટ્ટી તથા સાસુ-સોનલબેન સાથે સંયુક્ત પરીવારમાં રહેવા ગયેલ.
એકાદ વર્ષ સારી રીતે રાખેલ બાદ મારા પતિ તથા સાસુ-સસરા ઘરની નાની-નાની બાબતમાં ઝગડાઓ કરી મને શારિરીક-માનસિક દુ:ખત્રાસ આપવા લાગેલ. મારા પતિ ઘરે આવે ત્યારે મારા સાસુ-સસરા મારા પતિને મારા વિરુદ્ધ ચડામણી કરતા. જેથી મારા પતિ મારી સાથે ઝગડો કરતા. સાસુ-સસરા મને દહેજ બાબતે મેણાટોણા મારતા અને કહેતા કે તારા પીયરવાળાએ અમોને જોઇ એટલો કરીયાવર આપેલ નથી અને તારા કરતા વધારે સારો કરીયાવર લઇ આવે તેવી છોકરી સાથે મારા દિકરાને પરણાવવાના હતા પરંતુ તુ ભટકાય ગઇ. એમ કહી મને માનસિક ટોર્ચર કરતા.
પતિ મને અવાર- નવાર મારા પિયરથી પૈસા લઈ આવવા દબાણ કરતા. હું ડી-માર્ટમાં નોકરી કરતી હોય તેનો જે પગાર આવે તો એ પગાર મારા પતિ બેન્કમાંથી ઉપાડી લેતા. બાદ મે મારો પગાર ઘરમાં દેવાનો બંધ કરેલ. પતિ અને સાસરીવાળાએ મારા પિતાને બોલાવેલ અને કહેલ કે રવિનાને તમારા ઘરે થોડા દિવસ લઇ જાવ જેથી હું મારી દિકરીને લઈને મારા પિતા સાથે મારા પિય2 આવી હતી. જવા પછી મને કોઈ તેડવા ન આવ્યું. સમાધાનની કોઈ વાત કરેલ નથી અને મારી કે મારી દિકરીની કોઈ સંભાળ લીધેલ નથી.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.