વડનગર GMERS મેડિકલ કોલેજ ખાતે પાંચમાં જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

વડનગર GMERS મેડિકલ કોલેજ ખાતે પાંચમાં જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી


વડનગર જી.એમ.ઈ.આર.એસ મેડિકલ કોલેજ અને સંલગ્ન હોસ્પિટલ તંત્ર દ્વારા પ્રધાનમંત્રી જન ઔષધિ ની ઉજવણી કરવામાં આવી હતી.

વડનગર GMERS મેડિકલ કોલેજ ખાતે પાંચમાં જન ઔષધી દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે સર્વોદય સેવાશ્રમ ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખશ્રી સોમાભાઈ મોદી સાહેબ ભાજપ શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ મોદી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો મહેશ કાપડિયા, મુખ્ય તબીબી અધિકારી શ્રી ડો દિનેશ વ્યાસ, પ્રાંત અધિકારી શ્રી ખેરાલુ દક્ષેશ મકવાણા,ડીન શ્રી મેડિકલ કોલેજ વડનગર ડો મનીષ રામાવાત સુપ્રીન્ટેન્ડન્ટ મેડિકલ હોસ્પિટલ વડનગર ડો હર્ષદ પટેલ તથા વડનગર તાલુકો ની આરોગ્ય ટીમ એ હાજરી આપી જન ઔષધી દિવસની ઉજવણી કરી હતી
આ પ્રસંગે મહેસાણા જિલ્લાના મુખ્ય તબીબી અધિકારી ડૉ. દિનેશ વ્યાસ જણાવ્યું હતું કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકો ને રાહત દરે દવા મળે તે માટે કેન્દ્ર સરકાર નો અભિગમ છે 100₹ ની દવા 7₹ માં મળે તે માટે ભારતીય જૈન ઔષધિ કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. તે પ્રજાજનો ને રાહત દર થી દવા મળે એટલે તેનું શારિરીક અને માનસિક રોગ થી અડધોઅડધ દુઃખ દૂર થઈ જાય અને પ્રજાજનો સુખે થી પોતાનું જીવન જીવી શકે.
સોમભાઈ મોદી એ વધુ જણાવ્યું હતું કે દરેક મેડિકલ દુકાન ને જન ઔષધિ દવા મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે તેવું કહ્યું હતું દરેક માનવી આરોગ્ય તંદુરસ્ત રહે તે પણ કહ્યું હતું આરોગ્ય સારું હોય તો શરીર પણ તંદુરસ્ત રહે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon