સાયલા ના ઢીકવાળી માં સુરસાગર ડેરી વઢવાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ

સાયલા ના ઢીકવાળી માં સુરસાગર ડેરી વઢવાણ દ્વારા તાલુકા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ


સરકાર દ્વારા પશુપાલન માટે ધણી યોજનાઓ લાવે છે. જયારે સુરસાગર ડેરી વઢવાણ દ્વારા પશુપાલકો ને વધુ માર્ગદર્શન તથા યોજનાઓ ના લાભ મળે એ માટે સાયલા ના ઢીકવાળી ગામે દૂધ ઉત્પાદક મંડળી ખાતે પશુપાલન શિબિર યોજવામાં આવી હતી.
પશુપાલન શિબિરમાં ઉપસ્થિત સુરસાગર ડેરીના સાયલા તાલુકાના ડિરેક્ટર અને પૂર્વ ચેરમેન એવા શ્રી ગભરુભાઈ હણ , કિસાન મોરચાના સુરેન્દ્રનગર ઉપ્રમુખ શ્રી ઈસુભાઈ હણ ,સાયલા તાલુકાના કિસાન મોરચાના ઉપ્રમુખ આલભાઈ ગમારા,સાયલા તાલુકાના મહામંત્રી મુકેશભાઇ કાલીયા, સુરેન્દ્રનગરના યુવા મોરચા પ્રમુખ ભરતભાઈ, શ્રી જાગાભગત શ્રી ડો. નિશાંત શંખધર, શ્રી વી એસ ચાવડા, શ્રી ડી આઈ પનારા, પી એન કલાલ, સુરેશભાઇ પરમાર ,જગદીશભાઈ આજરા, અશોકસિંહ પરમાર, ડો. પરિમલ મસિયાવા દ્વારા પશુપાલકોને માર્ગદર્શન આપેલ. જેમાં ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન, આદર્શ પશુપાલન, પ્રજનન સંવર્ધન, પશુ આહાર, દૂધ ની ગુણવત્તા તેમજ દૂધ સંઘ અને ગુજરાત રાજ્ય સરકાર શ્રી ની પશુપાલકો અને દૂધ મંડળી માટેની ચાલતી યોજનાઓ વિશે ઊંડાણપૂર્વક માહિતી આપેલ. પશુ આહારમાં દાણ ના મહત્વને ઉદાહરણો આપી વિશેષ માર્ગદર્શન આપેલ. દૂધ સંધ દ્વારા ગ્રાહક મરણતર સહાય યોજના અંતર્ગત રૂપિયા 2.25 લાખ ના ચેક આપવામાં આવેલ હતા, સાયલા તાલુકામાં સૌથી વધુ દૂધ ભરતી મહિલાઓનું સન્માન કરવામાં આવેલું હતું આ શિબિરમાં ઢીંકવાળી ગામમાંથી અને સાયલા તાલુકામાંથી મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહેલ,

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »