મહાશિવરાત્રીના પાવન દિવસે નાયબ દંડક દ્વારા મોટી કુકાવાવ ખાતે અંદાજિત 215 લાખ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ
મહાશિવરાત્રીના પાવન દિવસે નાયબ દંડક દ્વારા મોટી કુકાવાવ ખાતે અંદાજિત 215 લાખ રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ
અંદાજિત ૧૨૦ લાખના ખર્ચે તૈયાર થયેલ કુમાર પે સેન્ટર શાળાના નૂતન બિલ્ડીંગનું લોકાર્પણ, ૯૦ લાખથી વધુના ખર્ચે તૈયાર થશે ભક્તિનગર પ્રાથમિક શાળા તેમજ જવાહર ચોક વિસ્તારમાં પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર
વિસ્તારના સ્થાનિક ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, રાજકીય આગેવાનો સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા..
આજરોજ મહાશિવરાત્રી ના પાવન પવિત્ર દિવસે કુકાવાવ ખાતે નાયબ મુખ્ય દંડક તથા વિસ્તારના ધારાભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાની ઉપસ્થિતિમાં કુમાર શાળા કુંકાવાવના નૂતન બિલ્ડીંગનું બાળકો અને સારસ્વત પરિવાર તથા ગ્રામજનોની વિશાળ હાજરી વચ્ચે લોકાર્પણ કરવામાં આવ્યું. સાથોસાથ, જવાહર ચોક વિસ્તારમાં વરસાદના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા ન હોઈ વર્ષોથી ચોમાસામાં ખૂબ હાલાકી ભોગવવી પડતી હોય આજરોજ ભૂગર્ભ ગટરમાં કામનું ખાતમહુર્ત પણ કરવામાં આવ્યું હતું.
વિસ્તારમાં વિધાર્થીઓના હિત માટે સતત કાર્યરત શ્રી વેકરીયા દ્વારા અંદાજિત ૮૫ લાખના ખર્ચે ભક્તિનગર પ્રાથમિક શાળાના નવીન બિલ્ડીંગના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. શાળાના સમગ્ર સારસ્વત પરિવાર, ગ્રામજનો અને વિદ્યાર્થીઓની વિશાળ હાજરી વચ્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
આ તકે જીલ્લા પંચાયતના ચૂંટાયેલા પ્રતિનિધિ શ્રી વિપુલભાઈ રાંક, કુકાવાવ તાલુકા પંચાયત પ્રમુખશ્રી પરષોત્તમભાઇ હિરપરા તથા તાલુકા પંચાયતના હોદેદારો તેમજ સભ્યો, પક્ષના નવ નિયુક્ત પ્રમુખ વિપુલભાઈ વસાણી,તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, શ્રી શૈલેષભાઈ ઠુમ્મર, સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી (ફૌજી )તથા સમગ્ર ગ્રામ પંચાયત ટીમ તથા મનોજભાઈ હપાણી, સભ્ય શ્રી તુષારભાઈ ગણાત્રા ,પૂર્વ બીઆરસી ઉદયભાઈ દેસાઈ,હાલના બીઆરસી નિરવભાઈ સાવલિયા ,રમેશભાઈ આંસોદારીયા,મયુરભાઈ સાનિયા ,ભગાભાઈ કુંજડીયા,શાળાના આચાર્ય દક્ષાબેન તથા સ્ટાફ સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો અને વિદ્યાર્થીઓની હરખભેર હાજરી હતી . કુકાવાવ સરપંચશ્રી સંજયભાઈ ની આગેવાનીમાં શ્રી ચંદ્રેશભાઈ ખૂટ તથા બાજક ભાઈ તથા ભાનુબેન અને વનીતાબેન તથા smc અધ્યક્ષ સૌએ હરખભેર કાર્યક્રમ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે
