ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન - At This Time

ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન


ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન આગામી પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે આ પ્રસંગે ભરૂચની 50 શાળાના 150 જેટલા વિદ્યાર્થીઓ પ્રદર્શનમાં ભાગ લેશે.
ભરૂચની એસએમસીપી સંસ્કાર વિદ્યાભવન તેમજ હોમી લેબના સૌજન્યથી એક વિજ્ઞાન પ્રદર્શન કેટલી ફ્યુચર એક્ઝિબિશન”નું આયોજન આગામી તારીખ પહેલી ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યું છે. જે અંગે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની ગોષ્ઠીમાં શાળાના એડમિનિસ્ટ્રેટર શર્મિલા દાસે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન તરફ આગળ વધે, તેમનામાં વિજ્ઞાન પ્રત્યે જાગૃતિ આવે એ માટે હોમી લેબની સ્થાપના કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને અધ્યતન સ્ટેમ સંસાધનોનૌ ઉપયોગ કરવા મળી રહ્યો છે. વિજ્ઞાન પ્રત્યે રુચિ અને જીજ્ઞાસા રાખનારા વિદ્યાર્થીઓને આ શાળા શ્રેષ્ઠ વાતાવરણ પૂરું પાડી શકે અને હાથથી જ વિદ્યાર્થીઓ અવનવા પ્રોજેક્ટ તૈયાર કરે એ અમારો ઉદ્દેશ્ય છે.

શાળાના આચાર્ય શૈલજા સિંઘે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ વિજ્ઞાન ક્ષેત્રમાં સ્વયં રીતે આગળ વધે તેમ જ તેઓ જિજ્ઞાસા રાખવીને વધુને વધુ હોશિયાર બને એના માટે શાળા પ્રતિબંધ છે આ પ્રદર્શનમાં ભરૂચની 50 શાળાના 120 વિદ્યાર્થીઓને સ્થાન મળશે જેને લઇને શાળામાં રોમાંચ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું છે આ તમામ વિદ્યાર્થીઓ પોતાની મૂંઝવણો રજૂ કરે અને વિશ્વના વૈજ્ઞાનિક પડકારો સામે પોતાનું જ મગજ દોડાવીને મૌલિક ઉકેલો પણ ખુલ્લે આમ ચડતી શકે એ માટે એક પહેલ કરવામાં આવી છે.

શાળાના આચાર્ય સાથેના સંવાદમાં ગુજરાતને જાણવા મળ્યું હતું કે, હોમિ લેબ આ સહયોગમાં શું વિશિષ્ટ યોગદાન આપે છે. હોમી લેપ ની રચના જ એ માટે કરાય છે કે વિદ્યાર્થીઓને અધ્યતન તેમ સંસાધનોનો ઉપયોગ કરવા મળે અને વ્યક્તિગત રીતે તેઓ પોતાના વિચારો રજૂ કરી શકે.

આ પ્રદર્શન વૈજ્ઞાનિક અને ટેકનોલોજી શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે લાંબી અવધિની દ્રષ્ટિમાં કઈ રીતે ફિટ થાય છે એ પ્રશ્નના ઉત્તરમાં આચાર્ય શૈલીજા સિંગે જણાવ્યું હતું કે આ પ્રદર્શન થકી ભરૂચના તેજસ્વી વિદ્યાર્થીઓ જે લોકોને વિજ્ઞાનમાં વિશેષ રુચિ છે તેઓને એક મંચ મળશે અને મૌલિક વિચારો રજૂ કરીને આગામી સમયમાં આવનારી પેઢીને વૈજ્ઞાનિકોની એક સુસંસ્કૃત પેઢીનો લાભ મળશે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રદર્શન વિદ્યાર્થીના શૈક્ષણિક પ્રવાસ અને ભાવિ આશાઓને સહારો આપશે. તેઓને મુજવતા પ્રશ્નો માટે શાળા અને હોમી લેબ ની સ્થાપના કરવામાં આવી છે તેઓના દરેક પ્રશ્નનું માર્ગદર્શન મળી શકે એ રીતે આખું તંત્ર ગોઠવવામાં આવ્યું છે જેથી વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક શોધખોળની દિશામાં નવી ક્ષિતિજો ખુલતી દેખાશે.

સોહેલ મન્સુરી, ભરૂચ
૯૯૯૮૪૧૨૫૬૨


9998412562
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.