તિરંગા યાત્રાનો આકાશી નજારો: બોટાદ શહેર દેશભક્તિના રંગે રંગાયુ, કલેક્ટર પોલીસ વડા સહિત મોટી સંખ્યામાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શહેરીજનો જોડાયા
સ્વાતંત્ર્ય પર્વની આન, બાન, શાનથી ઉજવણીની તૈયારીઓ વચ્ચે બોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં નીકળેલી ભવ્યાતિભવ્ય તિરંગા યાત્રામાં અનેરો થનગનાટ અને અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો. આ ‘તિરંગા યાત્રા’ માં ધારાસભ્ય ગઢડા ધારાસભ્ય મહંત શ્રી શંભુનાથશ્રી સહભાગી થયા હતા.
તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પહેલા તિરંગાને શાનથી લહેરાવતા બોટાદ વાસીઓના અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો.આ તિરંગા યાત્રા બોટાદ માર્કેટિંગ યાર્ડથી શરૂ કરી હવેલી ચોક, દિનદયાળ ચોકથી ફરી આશરે બે કિલોમીટરની તિરંગા યાત્રા કરી માર્કેટિંગ યાર્ડમાં સમાપ્ત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ, પોલીસ બેન્ડ સાથે તેમજ તિરંગા સાથે શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપે ફરી અને દેશભક્તિના માહોલમાં તિરંગા યાત્રા યોજાઈ હતી અને સમગ્ર બોટાદ શહેરમાં દેશ ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ કાર્યક્રમમાં બોટાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ સહીત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.