પરિવારની મરજી વિરુદ્ધ જે યુવક સાથે રહેવા ગઈ તેણે દગો દીધો : હવે જાનથી મારી નાખવાની ધમકી આપે છે
શહેરમાં રહેતી એક 21 વર્ષીય યુવતીએ ગાંધીગ્રામ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી કે તે પરિવારની મરજી વિરુદ્ધ જે યુવક સાથે રહેવા ગઈ તેણે દગો દીધો અને હવે તે બીજી યુવતી સાથે રહે છે. એટલું જ નહીં યુવક હવે જાનથી મારી નાખવાની ધમકી પણ આપે છે.
મુળ ચોટીલાની વતની પણ હાલ રાજકોટના શિતલ પાર્ક નજીક રહેતી 21 વર્ષીય યુવતી જીનલ (નામ બદલાવેલ છે)એ ફરિયાદમાં જણાવ્યું કે, હાલ હું મારાં માતા - પિતા સાથે રહું છું. મારા પિતા રિક્ષા ડ્રાઇવિંગ કરે છે. મારી સગાઈ માટે નવાગામ કુવાડવા પોલીસ સ્ટેશન પાસે રહેતા યુવાન સાગર (નામ બદલાવેલ છે) સાથે વાતચીત ચાલુ હતી. દરમ્યાન હું સાગર સાથે ફોન પર વાતચીત કરતી હતી. જોકે સાગરના નાનાએ જામીન પડવાની ના પાડતા મારા પિતાએ સાગર સાથે સગાઈ કરવાની ના પાડેલ હતી.
જોકે સાગર મને પસંદ હોવાથી મેં ગઈ તા.26/7/2024 ના રોજ રાત્રીના સાડા અગ્યાર વાગ્યે સાગરને ફોન કરીને મારાં ઘરે બોલાવેલ. તે આવતા તેની સાથે હું તેના ઘરે જતી રહેલ. હું તથા સાગર બંને પતિ - પત્નીની જેમ રહેવા લાગ્યા. અને અમોએ એકબીજાની સહમતી રાજી ખુશીથી રહેતા હતા. દરમ્યાન મારા પિતા મને લેવા આવતા હું પિતા સાથે ગયેલ ન હતી અને તેમના સાગર અને તેમના પરિવારના કહેવાથી મારા પિતા વિરુદ્ધ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં અરજી કરેલ હતી.
આ પછી અમે સાથે જ રહેતા હતા ત્યારે મને જાણ થઈ કે, સાગરને પેડક રોડ પર રહેતી એક યુવતી સાથે સબંધ છે. જેના કારણે અમારે અવાર નવાર ઝઘડા થતા હતા. જેથી ગઇ તા.16/10/2024 ના રોજ સાગર મને મારા પિતાના ઘરે મુકી ગયેલ અને પેડક રોડ પર રહેતી યુવતી સાથે સાથે રહેવા લાગેલ હતો. ત્યારબાદ મારા પિતા અને મારા ફઈએ સાગર તથા તેના પરિવારજનો સાથે વાત ચીત કરતા અમારે સમાધાનની વાત ચાલુ હતી. પણ પેડક રોડ વાળી યુવતી સાથે સાગર રહેતો હોવાથી મારાં પિતાએ તેની પાસે જવાની ના પાડી દીધી હતી. આ દરમ્યાન સાગરે મને એક સીમા કાર્ડ આપેલી અને ફોન પર વાતો કરી તેની ઘરે રહેવા આવી જવા દબાણ કરતો. હું તેના ઘરે જવાની ના પાડું તો તે મને જાનથી મારી નાખવા ધમકીઓ આપતો હતો. જેથી મેં પોલીસ કમિશનર સમક્ષ અરજી કરી હતી.
ગઈ તા.20/11ના રોજ રાત્રીના સાડા આઠેક વાગ્યે મારા પર સાગરનો ફોન આવેલ અને મને આવી જવા માટે કહેલ અને નહીં આવે તો જાનથી મારી નાખીશ તેમ ધમકી આપેલ તા.21/11ના રોજ રાત્રીના આઠેક વાગ્યા આસપાસ મને ફોન આવતા મેં મારો ફોન મારા પિતાજીને આપી દિધેલ. અને મારા પિતાએ તેને ફોન કરવાની ના પાડેલ. જેથી તેને કહેલ કે, હું તમને જોઇ લઇશ હવે તમને છોડીશ નહીં. તેમ વાત કરતા મારા પિતાએ ફોન કાપી નાખેલ હતો. સાગર સામે ધોરણસર થવા મેં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવકની ધરપકડની તજવીજ કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.