કંપનીએ લોકોને ચેલેન્જ આપી:એપલના એઆઈ સર્વરમાં ખામી શોધનારને 8 કરોડનું ઈનામ મળશે
એપલના ડિવાઇસને ખૂબ સુરક્ષિત માનવામાં આવે છે અને તેમાં કોઈ સુરક્ષા ખામી કાઢવી અશક્ય લાગે છે. કંપનીએ હવે લોકોને તેમાં ખામી શોધવા માટે કહ્યું છે. તેના માટે કંપનીએ ઈનામની મોટી રકમ પણ જાહેર કરી છે. કંપની હાલમાં બગ બાઉન્ટી પ્રોગ્રામ ચલાવી રહી છે. તે અંતર્ગત જો કોઈ એપલના એઆઈ સર્વર સિસ્ટમને હેક કરે છે તો તેને ઈનામ જીતવાની તક મળશે. કંપનીએ પોતાના બગ બાઉન્ટી પ્રોગ્રામ અંતર્ગત 1 મિલિયન ડૉલર (લગભગ 8 કરોડ રૂપિયા) સુધીનું ઈનામ આપી રહી છે. આ ઈનામ એ લોકો માટે છે જેઓ તેમના પ્રાઇવેટ ક્લાઉડ કમ્પ્યૂટ (પીસીસી)માં હેકિંગ કરી શકે છે. નોંધનીય છે કે, પીસીસી એક સર્વર સિસ્ટમ છે જે એ એડવાન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ટાસ્કને મેનેજ કરે છે જે ઓન-ડિવાઇસ પ્રોસેસર્સની કેપિસિટીથી મુક્ત હોય છે. એપલ કંપનીની સિક્યુરિટી પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવે છે. જે રિસર્ચર્સને ખામીઓ શોધવા માટે પ્રેરિત કરે છે જેથી તેનો દુરુપયોગ ન થાય. આ પ્રોગ્રામમાં અલગ-અલગ ટિયરના ઈનામ સામેલ છે, જેમાં સર્વર પર મેલિશિયસ કોડ ચલાવવામાં સક્ષમ લોકો માટે 1 મિલિયન ડૉલરનું ઈનામ છે અને બીજા પ્રકારની ખામીઓ શોધનારને નાના ઈનામ છે. ટેસ્ટ કેવી રીતે થશે?
એપલ પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યૂટના મુખ્ય કોમ્પોનન્ટના સોર્સનો એક્સેસ આપશે. તેની મદદથી રિસર્ચર્સને ટેક્નોલોજીના સોફ્ટવેરને સમજવામાં સરળતા રહેશે. જો કોઈ પ્રકારના પ્રાઇવેટ ક્લાઉડ કોમ્પ્યૂટને હેક કરી લે છે અને યૂઝર તરફથી રિકવેસ્ટ કરવામાં આવતા ડેટા જાણી લે છે તો એપલ ~ 2 કરોડ આપશે. જો કોઈક રીતે સર્વર પર અટેક કરી તેમાં વાઇરલ નાખી દે છે તો એપલ ~ 8 કરોડ આપશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.