વિસાવદર તાલુકાના કાલાવડ ગામે દેવમણી કોલેજ દ્વરા NNS શિબિરનુ આયોજન.

વિસાવદર તાલુકાના કાલાવડ ગામે દેવમણી કોલેજ દ્વરા NNS શિબિરનુ આયોજન.


વિસાવદર તાલુકાના કાલાવડ ગામે દેવમણી કોલેજ દ્વરા NNS શિબિરનુ આયોજન.
વિસાવદર તાલુકાના કાલાવડ ગામે તારીખ 6/3/23 થી તારીખ 12/3/23 સુધી વિસાવદર દેવમણી કોલેજ દ્વરા NNS શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રોગ્રામ ઓફિસર પ્રોફેસર વાજા સાહેબ,સહ પોગ્રામ ઓફિસર ડો ભવ્યાબેન ડામોર, અજયભાઇ ગામીત ,મેતરભાઈ તેમજ 50 સ્વયંસેવકો સાથે મળી 7 દિવસની આ શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.
ખાસ સફાઈ અભિયાન હેતુ સાથે આ શિબિર યોજાઈ હતી. જેમાં કાલાવડ ગામના સરપંચ અશોકભાઈ જેબલીયા તથા દેવમણી કોલેજના પ્રમુખ શાંતિ ભાઈ ગણાત્રા તેમજ પ્રા શા ના આચાર્ય એમ. જી. લાલાકીયા તેમજ સામાજિક અગ્રણી એ. જે ગેગડા તેમજ ગ્રામજનો એ પૂરો સાથ સહકાર આપ્યો હતો. કોલેજના વિદ્યાર્થીઓ દ્વરા પુરા ગામની સફાઈ કરવામાં આવી હતી તેમજ ગામના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતગાર કર્યા હતા.
શિબિરના અંતિમ દિવસે નેત્ર નિદાન કેમ્પનુ આયોજન પણ કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યાના ગ્રામજનોએ લાભ લીધો હતો. જરૂરિયાતમઁદ લોકોને દવા આપવામાં આવી હતી.પોગ્રામ ઓફિસર વાજા સાહેબની મુલાકાત દરમ્યાન તેઓએ જણાવ્યું હતું કે પ્રા. શા. આચાર્ય તેમજ ગ્રામપંચાયત સરપંચ તેમજ કાલાવડ ગામના ગ્રામજનોએ પુરા ઉત્સાહ સાથે આ શિબિરમા અમને સાથ અને સહકાર આપ્યો હતો.
રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »