ભિલોડાના સ્વામીનારાયણ મંદિરમાં અષાઢી તોલવામા આવી
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ટોરડા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સ્વામીનારાયણ મંદિરમાં વર્ષોની પરંપરા મુજબ સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભૂમિ અને શ્રી સ્વામીનારાયણ મંદિર, શ્રી ગોપાળલાલજી હરિકૃષ્ણ મહારાજ, સદગુરૂ શ્રી ગોપાળાનંદ સ્વામીના પાવન સાંનિધ્યમાં ટોરડા સ્વામીનારાયણ મંદિર, મહંત સ્વામી કૃષ્ણપ્રસાદ દાસજી, સર્વે મંડળ, ટોરડાધામ સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો, હરી-ભકતો અને નોકરીયાત વર્ગની હાજરીમાં અષાઢી તોલાઈ હતી. વર્ષોથી ચાલી આવતી આ ઐતિહાસિક પરંપરા મુજબ અષાઢી પુર્ણીમાની રાત્રે ૧૧:૦૦ કલાકે ૧૧ પ્રકારના ધાન્ય પાકોને ૫-૫ ગ્રામ તોલીને ભગવાનના વસ્ત્રોમાં બાંધીને એક માટલીની અંદર મુકીને માટલીને ઉપરથી માતાજીની સાડીથી મોઢું બાંધી ભગવાન સમક્ષ મૂકાઈ છે. બીજા દિવસે સવારે અષાઢ વદ એકમના રોજ ફરીથી તે ધાન્યોની તોલ કરાય છે જે ધાન્યની વધઘટ થઈ હોય તેને બાજરીના કણથી વધઘટ કરવામાં આવે છે. જે પાક વધારે પાકવાનો હોય તે વધે છે અને જે પાક ઓછો પાકવાનો હોય તે પાક ધટે છે.
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.