પંચમહાલના અપક્ષ ઉમેદવારનુ ભાજપને સમર્થન - AT THIS TIME

પંચમહાલના અપક્ષ ઉમેદવારનુ ભાજપને સમર્થન

, પંચમહાલ ગોધરા લોકસભાની ચૂંટણીનો માહોલ ધીરે-ધીરે પકડાઈ રહ્યો છે ત્યારે અપક્ષ ઉમેદવાર કનુભાઈ ભરવાડ એ તાજેતરમાં ગોધરાની સંગઠનની બેઠકમાં ભાગ લેવા પહોંચેલા ગુજરાત પ્રભારી ઓમ પ્રકાશ માથુરની આગેવાનીમાં આ લોક લાડીલા કનુભાઈએ ભાજપનો ભગવો ખેસ ધારણ કરીને પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચી ને ભાજપના ઉમેદવાર રતનસિંહને સમર્થન જાહેર કર્યું હતું આ પ્રસંગે શહેરાના ધારાસભ્ય જેઠાભાઇ ભરવાડ ,ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજી, પંચમહાલ જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિનભાઈ પટેલે તથા તેઓના સમર્થકોએ તાળીઓના ગડગડાટ સાથે તેઓનુ ભાજપામાં પ્રવેશ બદલ હાર્દિક સ્વાગત કર્યું હતું આ દરમિયાન પત્રકારો સાથે વાતચીતમાં કનુભાઈ જણાવ્યું હતું કે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્ર મોદી ફરી એકવાર ભારતના વડાપ્રધાન પદે સત્તારૂઢ થતા હોય તેઓના કાર્ય અને વિકાસ માટેની સ્પષ્ટ નિયતથી પ્રેરાઈને ભાજપમાં પ્રવેશ કરી સમર્થન આપવાનું મન બનાવ્યું છે અને મારા સમર્થકો અત્યારથીજ ઉમેદવાર રતનસિંહ રાઠોડ ને જંગી બહુમતીથી જિતાડવા માટે તન,મન,ધનથી કામે લાગી ગયા છે અને તેઓને વિજય બનાવવા સંકલ્પબદ્ધ થયો છું અને ભાજપામાં મને પ્રવેશ આપીને બહુમાન કરવા બદલ ભાજપા સંગઠન નો આભારી છું( યતિન સુથાર ગોધરા 942 74 89 201)
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
    

You're currently offline

Translate »