મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બોટાદ મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ
મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં સંચાલકની જગ્યા ભરવા બોટાદ મામલતદાર કચેરી દ્વારા અરજીઓ મંગાવાઈ
બોટાદ તાલુકાની નાની વિરવા પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૧૨) અને તુરખા પ્રાથમિક શાળા (કેન્દ્ર નંબર-૨૭) માટે મધ્યાહન ભોજન યોજના અંતર્ગત ચાલતા કેન્દ્રોમાં વિવિધ કારણે ખાલી પડતી કેન્દ્ર સંચાલકોની જગ્યા ભરવાની થાય છે. આ જગ્યા માટે તા. ૧૪/૦૨/૨૦૨૩ થી તા.૨૧/૦૨/૨૦૨૩ સુધીમાં નિયત નમુનાનું અરજી ફોર્મ મામલતદાર કચેરી બોટાદ (ગ્રામ્ય), મધ્યાહન ભોજન યોજના શાખા તાલુકા સેવા સદન, પહેલો માળ, બોટાદ ખાતે કચેરી સમય દરમ્યાન જાહેર રજાના દિવસો સિવાય વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે તેમજ સ્વીકારવામાં આવશે. આ જગ્યા માટે લઘુતમ વયમર્યાદા-૨૦ વર્ષ અને મહત્તમ વય મર્યાદા-૬૦ વર્ષની નક્કી કરવામાં આવેલ છે. તેમજ શૈક્ષણિક લાયકાત ધોરણ – ૧૦ પાસ કરે તેથી વધુની રહેશે. સરકારશ્રીના ઠરાવ મુજબ અગ્રતાક્રમ મુજબ નિમણૂંક આપવામાં આવશે તેમ, બોટાદ મામલતદારની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
Report by
Ashraf jangad
9998708844
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.