મહાશિવરાત્રિ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને 200 કિલો ગલગોટાના ફુલોની સાથે શિવસ્વરૂપનો દિવ્ય શણગાર એવં શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન-અર્ચન - At This Time

મહાશિવરાત્રિ નિમિત્તે શ્રીકષ્ટભંજનદેવ દાદાને 200 કિલો ગલગોટાના ફુલોની સાથે શિવસ્વરૂપનો દિવ્ય શણગાર એવં શ્રી નિલકંઠ મહાદેવનું પૂજન-અર્ચન


શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા.26-02-2023ને બુધવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને 200 કિલો ગલગોટાના ફુલો સાથે શિવ સ્વરૂપનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી.
શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને પણ 200 કિલો ગલગોટાના ફૂલોથી વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સવારે પૂજારીસ્વામી દ્વારા મંદિર પરિસરમાં આવેલાં નિલકંઠ મહાદેવ મંદિરમાં ભગવાન શિવની વિશેષ પૂજા પણ કરવામાં આવી હતી. દાદાના આ દર્શનનો લ્હાવો લઈને ભક્તોએ ધન્યતા અનૂભવી હતી કોઠારી સ્વામી વિવેકસાગરદાસજીએ જણાવ્યું કે, આજે મહાશિવરાત્રિનું મહાપર્વ છે. ભગવાન શિવના અંશ અવતાર હનુમાનજી મહારાજને વિશેષ વાઘા શિવજીની થીમવાળા ચાર દિવસે બે ભક્તોની મહેનતે બનવવામાં આવ્યા છે. સિહાંસનને શિવલિંગથીમનો શણગાર કરવામાં આવ્યો છે,6 સંતો, પાર્ષદો અને ભક્તોને શણગાર કરતા 4 કલાક લાગ્યા હતા. વિશેષ અહીં મંદિર પરિસરમાં સ્વંય સ્વામિનારાયણ ભગવાને પૂજા કરેલા નિલકંઠ મહાદેવ મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે સર્વે ભક્તો સુખી થાય એવી ભગવાન મહાદેવને અભિષેક કરીને પ્રાર્થના કરી છે.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image