સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 4.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સૌથી વધુ રાજકોટમાં 84,417 વિદ્યાર્થીઓ નોંધાયા

સૌરાષ્ટ્રમાં ધો.10-12ના 4.01 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, સૌથી વધુ રાજકોટમાં 84,417 વિદ્યાર્થીઓ નોંધાયા


રાજકોટ સહીત સમગ્ર રાજ્યમાં આવતીકાલે તારીખ 14 માર્ચને મંગળવારથી ધો.10 અને 12 ના બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરી દેવામાં આવ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કુલ 4,01,956 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપવાના છે. જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. અને આજે વિદ્યાર્થીઓ પોતાનુ પરીક્ષા કેન્દ્ર જોઈ શકશે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. આવતીકાલે જિલ્લા શિક્ષણ અધિકારી તથા જિલ્લા કલેકટર દ્વારા બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને મોં મીઠુ કરી કંકુ તિલક કરી આવકારવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »