ધંધુકા નગરપાલિકા દ્વારા નવનિર્મિત સર્કલ અને નંદ ઘર (આંગણવાડીઓ) નું લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકા દ્વારા નવનિર્મિત સર્કલ અને નંદ ઘર (આંગણવાડીઓ) નું લોકાર્પણ કરવામાં આવ્યું.
અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસ્વામી ધારાસભ્ય કાળુભાઈ ડાભી પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર સહિતના આગેવાનોની હાજરીમાં કાર્યક્રમ સંપન્ન થયો.
અમદાવાદ જિલ્લાની ધંધુકા નગરપાલિકા દ્વારા સંતપુનિત ચોક સર્કલ અને ચાર આંગણવાડીના નવનિર્મિત નંદઘરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ધંધુકા વિધાનસભા મતવિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હર્ષદગીરી ગૌસ્વામી પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેર નગરપાલિકા પ્રમુખ હર્ષદભાઈ ચાવડા કારોબારી ચેરમેન ભદુભાઇ અગ્રવાલ (મહારાજ) ચીફ ઓફિસર નરેશભાઈ મુનિયા ઉપરાંત ધંધુકા વ્યાપારી મહામંડળના પ્રમુખ રાજુભાઈ પટેલ ઉપરાંત ભાજપ સંગઠનના હોદ્દેદારો નગરજનો એ વિશાળ સંખ્યામાં હાજરી આપી લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
ધંધુકાના પુર્વ ધારાસભ્ય રાજેશ ગોહેલની ગ્રાન્ટમાંથી ધંધુકાના સંત પુ.પુનિત મહારાજની સંત પુનિત ચોક ખાતે આવેલી પ્રતિમાવાળા સર્કલનુ નવિનીકરણ કરાયુ હતુ. પાલિકા દ્વારા પણ સર્કલમાં આર્થીક સહયોગ આપવામાં આવ્યો છે. ત્યારે સર્કલના નવિનીકરણનું લોકાર્પણ ભાજપના જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય, પુર્વ ધારાસભ્ય, પાલિકા પ્રમુખ હર્ષદ ચાવડા, કારોબારી ચેરમેન ભદુભાઇ સહિતના મહાનુભાવોના હસ્તે કરાયુ હતુ. તો શ્યામઘાટ સ્કૂલ ખાતે બે નવી આંગણવાડી તથા મોટી શાકમાર્કેટ ખાતેની ૨ આંગણવાડી કેન્દ્રોના લોકાર્પણ કરવામાં આવ્યા હતા.આ લોકાર્પણનો કાર્યક્રમ શ્યામઘાટ સ્કૂલ ખાતે યોજાયો હતો. જેમાં ચીફ ઓફીસર નરેશ મુનિયાએ સૌનુ સ્વાગત કર્યુ હતુ.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.