*ગારીયાધાર તાલુકામાં સૌની યોજના હેઠળ પાણી આપવાના અલ્ટીમેટ બાદ લોકો ઉપવાસ-આંદોલ કરવા બન્યા મજબુર*
*ગારીયાધાર તાલુકામાં સૌની યોજના હેઠળ પાણી આપવાના અલ્ટીમેટ બાદ લોકો ઉપવાસ-આંદોલ કરવા બન્યા મજબુર*
ગારીયાધાર તાલુકામાં નબળા ચોમાસાને લીધે નિષ્ફળ ગયેલ પાકો માટે કૃષી રાહત પેકેજ જાહેર કરવા તેમજ સૌની યોજના અંતર્ગત લીંક-૨, પેકેજ-૬માં સમાવિષ્ટ ગામોમાં નર્મદાનું પાણી છોડવા બાબતે તા ૨૮/૧૧ના રોજ આવેદનપત્ર આપી ૩ દિવસનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું કે સૌની યોજના અંતર્ગત લીંક-૨, પેકેજ-૬માં સમાવિષ્ટ ગારીયાધાર તાલુકાના વિવિધ ગામો જેવા કે સુખપર, મોટીવાવડી, સુરનગર, ટીંબા, માનગઢ, યોમલ, જાળિયા, સીતાપુર, ખારડી, શિવેન્દ્રનગર, સાતપડા, ડમરાળા તેમજ આસપાસના ગામોમાં ચાલુ વર્ષનું ચોમાસું ખુબ જ નબળું રહેતા નહિવંત માત્રામાં વરસાદ પડેલ છે, જેને કારણે આ પંથકના ગામડાઓમાં ચોમાસાનો પાક નિષ્ફળ ગયેલ હોય તેમજ પીવાના પાણી, ખેતીમાટે સિંચાઈનું પાણી તેમજ માલઢોર માટે પીવાના પાણીની વિકટ સમસ્યા ઉભી થઇ રહી હોય ત્યારે આ વિસ્તારના ગામોનો સર્વે કરાવીને કૃષી રાહત પેકેજ જાહેર કરવા તેમજ ઉપરોક્ત સમસ્યાના નિવારણ માટે તેમજ રવિ પાકો માટે સૌની યોજના અંતર્ગત વિકળીયા પંપ હાઉસથી નર્મદાનું પાણી આ પંથકના ગામોમાં છોડવા આવે તેવી રજુઆત કરવા છતાં ખેડુતો તેમજ મજુર વર્ગનું કોઈ સાંભળતા નહીં હોવાથી આજ રોજ ગાંધીચિન્ધા માર્ગે ઉપવાસ પર બેસવા મજબુર બન્યાં ઘણા સમયથી જોઈએ તો લોકોની કોઇપણ માંગણી હોય સરકાર દ્વારા કોઈ પ્રત્યુત્તર જવાબ જ ન મળતા લોકોને ન છુટકે આંદોલનનો માર્ગે અપનાવવો પડતો હોય છે શું આ કરપી પરીસ્થિતિમાં પણ લોકોને દરેક બાબતે ઉપવાસ-આંદોલન કરવા રોડ પર ના છુટકે ઉતરવું પડે તે પણ આ ગતિશીલ ગુજરાતમાં
એકબાજુ સરકાર દ્વારા મોટી મોટી વાતોના બણગાં ફેકવામાં આવે છે કે ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત શું લોકો રોડ પર ઉતરવા મજબુર બને તેને વિકસિત ગુજરાત કહેવાય
ત્યારે હાલ ખેતી પ્રધાન દેશમાં જગતનો તાત બિચારો બાપડો રોડ પર ઉતરી માંગ કરતો નજરે દેખાય રહ્યો છે ત્યારે સરકાર દ્વારા ક્યારે જનતાનો પ્રશ્ન હલ કરશે તે જોવાનું રહ્યુ
રીપોટર- વિશાલ બારોટ ગારીયાધાર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.