સંવિધાન લાઇવ બી એ જાગ્રીક પ્રોગ્રામ ના તાલીમાર્થી વિધાર્થીઓને સર્ટિ વિતરણ સાથે વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવ્યા. - At This Time

સંવિધાન લાઇવ બી એ જાગ્રીક પ્રોગ્રામ ના તાલીમાર્થી વિધાર્થીઓને સર્ટિ વિતરણ સાથે વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવ્યા.


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માં આવેલી મદ્રેસા મોઈનુલ સ્કૂલ ના સાઈઠ બાળકો સાથે સાત સપ્તાહ સુધી સંવિધાન લાઇવ બી એ જાગ્રિક પ્રોગ્રામ કોમ્યુટીની ધ યુથ કલેક્તિવ અને સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવેલ. જેમાં બાળકો મનોરંજન સાથે રમત રમીને બંધારણીય મૂલ્યોને આત્મસાત કરીને કાર્યો કરતાં શીખે છે જેના સર્ટીફીકેટ વિતરણ કાર્યકમ નું આયોજન કરવામાં આવતાં તાલીમાર્થી મોયુદીન હરાદ વાલા અને મામુ સુમૈયા ફાતેમા દ્વારા સ્વ હસ્તે બનાવેલ ધ્વજ વંદન રાષ્ટ્ર ગીત સાથે ફરકાવવામાં આવેલ. વિદ્યાર્થીઓ એ બંધારણ પ્રસ્તાવના નું વાંચન કરેલ અને બંધારણીય મૂલ્યોને મજબૂત કરીને રાષ્ટ્ર નિર્માણ માં યોગદાન આપવા સંકલ્પ લીધો હતો. સંવિધાન દ્વારા મળેલા મૌલિક અધિકારો અને કર્તવ્યો ને આવરી લેતાં ગુલનારબેન પઠાણ દ્વારા લખાયેલ નાટકો બાળકો દ્વારા ભજવવામાં આવ્યા હતાં.સાથે બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલા ભારતીય બંધારણ વિષે ના પોસ્ટરો, ડ્રોઈંગ ચિત્રો,લેખો, અને બાળકોને આપવામા આવેલાં ટાસ્ક પુરા કરીને તૈયાર કરવામાં આવેલા સાહિત્ય નું પ્રદર્શન યોજવામાં આવેલ. પ્રોગ્રામ માં લીડર શિપ લઇને તૈયાર થયેલા અને બેસ્ટ પરફોર્મન્સ કરનાર વિદ્યાર્થીઓ મોયુદ્દીન હરાદવાલા, ફકીર તસ્મિયા બાનું, મામુ સૂમૈયાફાતેમા, ખદીઝા મેમણ, મહેસાનીયા તુબા ફાતેમા, મોડાસિય આયેશા ફાતેમા, આલિયા લુહાર ને મેડલ થી સમ્માનિત કરવાની સાથે બધાં તાલીમાર્થીઓને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ માં તાલીમ આપનાર ગુનારબેન પઠાણ દ્વારા ભારતીય બંધારણ વિષે વિસ્તૃત જાણકારી આપવામા આવી હતી. મદ્રેસા મોઈનુલ ઇસ્લામ સ્કૂલના આચાર્યશ્રી શોયેબ ભાઈ સાહેબ દ્વારા વિધાર્થીઓને તાલીમ માં મેળવેલ માહિતી દ્વારા સમાજ માં પરિવર્તન લાવવા અને લોકો માં જાગૃતિ લાવવા ઊપયોગ કરવા જણાવ્યું હતું.સહીદા મેડમે વિદ્યાર્થીઓ ને ભારતીય બંધારણ માં મળેલા અધિકારો વિશે માહિતી આપી હતી. પ્રોગ્રામ કો ફેસિલેટર ઝૂહિયાખાન પઠાણ, પ્રોગ્રામ સહાયક શિક્ષીકા શ્રી સઈદા મેડમ, શાળા ના શિક્ષકો અને મોટી સંખ્યામાં બધાં વિદ્યાર્થીઓ એ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. પ્રોગ્રામ નું સુંદર સંચાલન ઝુહિયાખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.