રાજકોટમાં મૃત્યુ પામેલા શ્રમિકની લાશ પરિવારે સ્વીકારી, 10 લાખની આર્થિક સહાય અપાશે, આવાસ-નોકરીમાં વહીવટી પ્રક્રિયા માટે સમય માગ્યો
રાજકોટના સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ મેઇન રોડ પર ગોકુલધામ ગેટ સામે ગઈકાલે સાંજે ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગેસ ગળતરથી શ્રમિક મેહુલ મેસડા અને કોન્ટ્રાક્ટર અફઝલભાઇ ફુફરનું મોત નીપજ્યું હતું. આથી ગઈકાલથી આજ બપોર સુધી મેહુલના સમાજ અને પરિવારે માગણીઓ સ્વીકારાઇ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. તેમજ સિવિલ હોસ્પિટલમાં ધરણા પર બેસી રામધૂન બોલાવી હતી. જોકે આ અંગે વાલ્મિકી સમાજના આગેવાનોની કોર્પોરેશન ખાતે અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં મનપાએ મેહુલના પરિવારને 10 લાખ આર્થિક સહાય ચૂકવવા નિર્ણય કર્યો છે. તેમજ નોકરી અને આવાસ માટે વહીવટી પ્રક્રિયા માટે સમય માગ્યો છે. આથી પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.