ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાલનપુરમાં ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7r2czxf3swbixgjs/" left="-10"]

ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાલનપુરમાં ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ


ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પાલનપુરમાં ગુમાનસિંહ ચૌહાણના અધ્યક્ષ સ્થાને પત્રકાર પરિષદ યોજાઈ

યાત્રામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિથી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ

16મી ઓક્ટોબરથી બનાસકાંઠાની આઠ વિધાનસભામાં બે દિવસ પરિભ્રમણ કરશે

ગુજરાત ગૌરવ યાત્રાની સાથે રાષ્ટ્રીય અને પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહેશે

જીલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણ ના અધ્યક્ષ સ્થાને ગુજરાત ગૌરવ યાત્રા અંતર્ગત પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. યાત્રા અંગે પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયાને માહિતી આપતા અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે બહુચરાજી થી માતાનો મઢ સુધી ગુજરાત ગૌરવ યાત્રા નું તાજેતરમાં પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ અને મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની પ્રેરક ઉપસ્થિતિ સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે. પી. નડ્ડાજી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું.
યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ગુજરાતના અનેક વિધાનસભા મત વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. 16 ઓક્ટોબરે બનાસકાંઠાના છાપી ગામેથી ભવ્ય સ્વાગત સાથે જિલ્લામાં પ્રવેશ કરીને વડગામ ખાતે ભવ્ય જાહેરસભામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેશે સાથે સાથે વડગામ થી પાલનપુર અને ડીસા સુધી યાત્રામાં જોડાશે. મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિને લઈને કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાત ગૌરવ યાત્રા બનાસકાંઠાની આઠ વિધાનસભા મત વિસ્તારોમાં 16 અને 17 ઓક્ટોબર એમ બે દિવસ યાત્રા પરિભ્રમણ કરશે.

અધ્યક્ષ શ્રી ગુમાનસિંહજી ચૌહાણે વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત ગૌરવ યાત્રા બનાસકાંઠાના 16 ઓક્ટોબરે છાપી, મગરવાડા, વડગામ, વગદા, પાલનપુર, ચડોતર, ડીસા, આખોલ, ઝેરડા, સામરવાડા, ધાનેરા, રાહ, ભોરડુ, થરાદ અને 17 ઓક્ટોબરે વાવ, સુઈગામ, ભાભર, દીઓદર, રાજપુર, થરા, શિહોરી, કંબોઇ બાદ પાટણ જિલ્લામાં પ્રસ્થાન કરશે. અને વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા, થરાદ ત્યાર બાદ

બીજા દિવસે વાવ, ભાભર, દીઓદર, થરા આમ નવ સ્થળોએ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.સાથે સાથે સમગ્ર જીલ્લા માં વિવિધ સ્થળે યાત્રા નુ સ્વાગત કરવામાં આવશે.
સભામાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ કેન્દ્ર મંત્રી શ્રી સંજીવકુમાર બાલ્યવાન આરોગ્ય મંત્રી રૂષિકેશભાઈ પટેલ શિક્ષામંત્રી શ્રી કિતિૅસિંહ વાઘેલા પ્રદેશ કોર કમિટીના સદસ્ય શંકરભાઈ ચૌધરી ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશભાઈ ઠાકોર જિલ્લા સાંસદ પરબતભાઇ પટેલ રાજ્ય સભાના સાંસદ દિનેશભાઈ અનાવડીયા જિલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણ ડીસા ધારાસભ્ય શસીકાંતભાઈ પંડયા સહિત જિલ્લાના આગેવાનો સાથે કાર્યકર્તાઓ મોટીસંખ્યામાં જોડાશે બનાસકાંઠા જિલ્લાની તમામે તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતાં ભાજપના જિલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણે ગુજરાત ગૌરવ યાત્રામાં તમામ આગેવાનો અને હોદેદારો સહિત કાયૅકતાૅઓને મોટીસંખ્યામાં જોડાવવા આહવાન કર્યું હતું જેમાં પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા અધ્યક્ષ શ્રી ગુમાનસિંહ ચૌહાણ તથા મહામંત્રી ડાયાભાઈ પિલિયાતર દિલિપભાઈ વાઘેલા તથા ઉપ પ્રમુખ ડો ગણેશભાઈ પટેલ તથા યાત્રા ઈનચાર્જ મનુભાઈ હાજીપુરા યુવા મોરચાના પ્રભારી ગૌરાંગભાઈ સાથે મિડિયા વિભાગ કન્વીનર રશ્મિકાત મંડોરા સાથે મિડીયા ઇન્ચાર્જ ધનેશભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા

રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ વાવ
સમાચાર તથા જાહેરાત આપવા સંપર્ક કરો મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]