ધંધુકા તાલુકાના વાસણા પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવાયો ધુળેટી પર્વ
ધંધુકા તાલુકાના વાસણા પ્રાથમિક શાળામાં ધામધૂમથી ઉજવાયો ધુળેટી પર્વ
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાની વાસણા પ્રાથમિક શાળામાં ધૂળેટી પર્વની ભારે ઉત્સાહભરી ઉજવણી કરવામાં આવી. શાળાના વિદ્યાર્થીઓ, આચાર્ય તથા શિક્ષકગણ રંગોની મસ્તીમાં ડૂબી ગયા અને પરસ્પર ગુલાલ ઉડીને હર્ષોલ્લાસ સાથે પર્વની આનંદમય શરૂઆત કરી.
વિદ્યાર્થીઓ માટે આ ક્ષણો યાદગાર બની ગઈ, કારણ કે તેમણે રંગોની રમતમાં ભાગ લીધો અને સંગીત સાથે નૃત્યનો આનંદ માણ્યો. શિક્ષકોએ પણ આ પ્રસંગે બાળકો સાથે ઉમંગભેર ભાગ લીધો અને તેમને હિંદી સંસ્કૃતિમાં રંગોના મહત્ત્વ વિશે માહિતગાર કર્યા.
આજના રંગીન પ્રસંગે શાળા પરિવારે એકતાનો સંદેશો આપતા હર્ષોઉલ્લાસથી પર્વની ઉજવણી કરી. શાળાના આચાર્યએ જણાવ્યું કે આવી ઉત્સવપ્રવૃત્તિઓ બાળકોની રચનાત્મકતા વધારવામાં તેમજ સામાજિક એકતા મજબૂત કરવામાં મદદરૂપ થાય છે.
ધૂળેટીના રંગોથી ભરપૂર આ પર્વ શાળાના વિદ્યાર્થીઓ માટે યાદગાર ક્ષણો છોડી ગયો હતો.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે
