બાસણ ગામના મંદિરમાં તસ્કર ટોળકી ત્રાટકી : 44 હજારના આભૂષણોની ચોરી - At This Time

બાસણ ગામના મંદિરમાં તસ્કર ટોળકી ત્રાટકી : 44 હજારના આભૂષણોની ચોરી


ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટ યથાવત

ખોડીયાર માતાજીના મંદિરમાંથી ચાંદીના છત્તર, કંદોરો અને મુગટ સહિતના દાગીના ચોરાયા ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેર નજીક બાસણ ગામના ખોડીયાર માતાજી મંદિરના તાળાં તોડીને તસ્કરોએ તેમાંથી માતાજીના આભૂષણો ચોરી લીધા હતા. જે સંદર્ભે પૂજારીએ ડભોડા પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ૪૪ હજારની મત્તાની ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડવા મથામણ શઋ કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.