આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠાજિલ્લામાં બે દિવસીય કિશોરી મેળો સાંસદશ્રી દિપસિંહ રાઠોડે ખુલ્લો મુક્યો
આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં બે દિવસીય કિશોરી મેળો સાંસદશ્રી દિપસિંહ રાઠોડે ખુલ્લો મુક્યો
સાબરકાંઠા સાંસદ શ્રી દીપસિંહ રાઠોડે શીશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત શ્રીમતી આર. એલ. શાહ બહેરા મૂંગા વિદ્યાલય મોતીપુરા હિંમતનગર ખાતે બે દિવસીય કિશોરી મેળાને ખુલ્લો મુક્યો હતો. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો અન્વયે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કિશોરી મેળાને ખુલ્લો મુકતા સાંસદશ્રીએ વિવિધ સ્ટોલોની મુલાકાત લઈ વિભાગો દ્રારા કરવામાં આવતી મહિલા અને કિશોરીઓને લગતી યોજનાઓની જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલ દીકરીઓનું સન્માન કર્યું હતું. કિશોરી કારકિર્દી માર્ગદર્શક કાઉન્સિલિંગ, કિશોરી પોષણ અને સ્વાસ્થ્ય વિશેષયક માર્ગદર્શન, આરોગ્ય તપાસ, મહિલાઓ અને કિશોરીઓને કાયદાકીય માર્ગદર્શન, કિશોરીઓ-મહિલાઓ માટેની સરકારશ્રીની વિવિધ યોજનાઓની જાણકારી, કૌશલ્ય વર્ધન આજીવિકાના વિકલ્પો અંગેની જાણકારી, નવીન શિક્ષણનીતિ અંતર્ગત કિશોરી કૌશલ્યના અંગે જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિશિષ્ટ સિધ્ધિ હાંસલ કરેલી દિકરીઓનું સન્માન મહાનુભવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેસ શાહ, મહિલા બાળ વિકાસ અધિકારીશ્રી દિપેન પંડ્યા, દહેજ પ્રતિબંધક અધિકારી સુશ્રી મેઘાબેન મહિલા અગ્રણી કું.કૌશલ્યા કુવરબા, શ્રી વિજયભાઇ પંડ્યા, તેમજ અન્ય વિભાગના અધિકારી કર્મચારી કિશોરીઓ અને મહિલાઓ આ મેળામાં ઉપસ્થિત રહ્યા હતા.
આબિદઅલી ભુરા સાબરકાંઠા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.